Home /News /national-international /

#Baithakમાં BJP નેતા રામ માધવ : ટૂંક સમયમાં આખા પૂર્વોત્તરમાં બીજેપીની સરકાર બનશે

#Baithakમાં BJP નેતા રામ માધવ : ટૂંક સમયમાં આખા પૂર્વોત્તરમાં બીજેપીની સરકાર બનશે

બેઠકમાં ભાજપના નેતા રામ માધવ

રામ માધવે કહ્યું કે, જે લોકોના નામ છેલ્લી યાદીમાં નથી તેમની પાસે અનેક ઓપ્શન છે. દરેક દેશ વિદેશી નાગરિકોને બહાર કરી રહ્યો છે. વિદેશી નાગરિકોને વોટ આપવાનો અધિકાર નહીં હોય.

  દેશના બદલાતી રાજનૈતિક હાલાત અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ અંગે પાર્ટીઓની રણનીતિ પર ચર્ચાની સાથે મોદી સરકારના ચાર વર્ષે કેવી પરિસ્થિતિ છે તે જાણવાના ન્યૂઝ18 ઇન્ડિયાની "બેઠક"માં પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં લિંચિંગના મુદ્દા ઉપર રામ માધવે કહ્યું કે, જ્યાં લિંચિંગ થાય છે ત્યાં દોષીઓને સાજ આપવામાં આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં થનારી લિંચિંગ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે પરંતુ કર્ણાટકમાં આવી જ ઘટનાઓ ઉપર વિપક્ષ ચુપ રહે છે.

  વિપક્ષ દ્વારા નફરતની રાજનીતિનો આરોપ લગાવતા રામ માધવે કહ્યું કે, વિપક્ષી દળ નફરતની રાજનીતિ કરી રહ્યા છે. વિપક્ષ હિંસા અને નફરતની રાજનીતિ કરી રહી છે. રામ માધવે કહ્યું કે, કોંગ્રેસે નાગાલેન્ડના કલ્ચરલ વેશભૂષાની મજાક ઉડાવી છે. કોંગ્રેસના નેતા સંજીદા નહીં, દુનિયામાં કયો નેતા આંખ મારે છે. પહેલીવાર કોઇ નેતાએ ગળે મળીને આંખ મારી છે.

  રામ માધવે કહ્યું કે, બીજેપીએ કોઇને ગળે મળવા માટે ના નથી પાડી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી પીએમ મોદીને ભેટ્યાં અંગે રામ માધવે કહ્યું કે, ગળે મળવાનો ડ્રામા ન થવો જોઇએ. તેમણે કહ્યું કે, ગળે મળવું પ્રામાણિક હોવું જોઇએ. આવું રાજકીય ફાયદા માટે ન હોવું જોઇએ. રામ માધવે કહ્યું કે, મહેબુબા સરકારમાંથી દેશહિત માટે સમર્થન પાછું લીધું છે. જો દરેક પક્ષોનો મત બની જાય તો જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરી દેશે.

  કાશ્મીરમાંથી સરકારે હાથ પાછો ખેંચી લેવા અંગે રામ માધવે કહ્યું કે, મહેબુબા સાથે જે દિશામાં જવાનો પ્રયત્ન થયો તે દિશામાં ન જઇ શક્યા એટલા માટે સરકારથી બહાર થઇ ગયા. રામ માધવે કહ્યું કે, કોર્ટના નિર્ણય આવ્યા પછી રામ મંદિર અને કલમ 370 પર આગળ વધીશું. રામ મંદિર મુદ્દા ઉપર રામ માધવે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ચાલીશું. કલમ 370, યુનિર્ફોર્મ સિવિલ કોડ અને રામ મંદિરનો પણ નંબર આવશે. અમે કંઇ જ નહીં છોડીએ.

  બીજેપી નેતા રામ માધવે કહ્યું કે, ટૂંક સમયમાં આખા પૂર્વોત્તરમાં બીજેપીની સરકાર બનશે. રામ માધવે કહ્યું કે, જે લોકોના નામ છેલ્લી યાદીમાં નથી તેમની પાસે અનેક ઓપ્શન છે. દરેક દેશ વિદેશી નાગરિકોને બહાર કરી રહ્યો છે. વિદેશી નાગરિકોને વોટ આપવાનો અધિકાર નહીં હોય.

  રામ માધવે કહ્યું કે, એનઆરસી બીજેપી માટે રાજકીય મુદ્દો નથી. એનઆરસી ખુબજ અઘરો વિષય છે. આમાં અનેક મુશ્કેલીઓ છે. એનઆરસીમાં બીજેપીએ દેશહિત જોયું છે. આમાં કોઇ રાજકીય હિત નથી. આ રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલો નિર્ણય છે. રામ માધવે કહ્યું કે, પૂર્વોત્તરમાં કોગ્રેસના સારા લોકોને અમારી સાથે લીધા છે. આ વિસ્તારોમાં કોંગ્રેસ વિરોધી લહેરનો ભાજપને ફાયદો થયો છે. આ સાથે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આખા પૂર્વોત્તરમાં બીજેપીની સરકાર હશે.

  રામ માધવે કહ્યું કે, વિચારધારા તરીકે પૂર્વઉત્તર અમારા માટે મહત્વનું હતું. પૂર્વોત્તરના સાત રાજ્યોમાંથી છમાં અમારી સરકાર છે. પૂર્વોત્તર ભારતના બધા રાજ્યોમાં અમે સરકાર બનાવી લઇશે. બેઠકના સેશનમાં રામ માધવે કહ્યું કે, કેટલાક વિસ્તારો મને આપ્યા છે જેના ઉપર હું કામ કરી રહ્યો છું. બીજેપી માટે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં સીટ વધવાની આશા છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Baithak, Bharatiya Janata Party, કોંગ્રેસ, ભાજપ નેતા, રામ માધવ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन