BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા Coronaની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયા ચાર દિવસથી સાકેત સ્થિત મેક્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હીઃ બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના સૂત્રો મુજબ, જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર કરાવવા હૉસ્પિટલમાં દાખલ થયા છે.

    મળતી જાણકારી મુજબ, સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના પોઝિટિવ છે અને છેલ્લા ચાર દિવસથી સાકેત સ્થિત મેક્સ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, જ્યારે તેમની માતામાં COVID-19 ઇન્ફેક્શનના લક્ષણ નહોતા જોવા મળ્યા.

    નોંધનીય છે કે, આ પહેલા કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થવાની માહિતી સામે આવી હતી. મુખ્યમંત્રી કેજરીવાલને તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી. ત્યારબાદ ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી. આજે સવારે કોરોના સંક્રમણની આશંકાને જોતાં કેજરીવાલના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, દેશમાં સતત સાતમા દિવસે કોરોનાના 10 હજાર કેસ, 24 કલાકમાં 266 લોકોનાં મોત

    સિંધિયા કૉંગ્રેસનો સાથ છોડી બીજેપીમાં જોડાયા

    ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા થોડા મહિના પહેલા જ એક રાજકીય ઘટનાક્રમ હેઠળ કૉંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. તેમની સાથે કૉંગ્રેસના અનેક ધારાસભ્યોએ પણ બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ તત્કાલીન કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને મધ્ય પ્રદેશની સત્તાનું સુકાન ફરી એકવાર બીજેપીના હાથમાં આવી ગયું હતું. શિવરાજ સિંહ ચૌહાણે ફરી એકવાર મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી.

    (રિપોર્ટઃ પ્રિયંકા કાંડપાલ અને અનુરાગ ઢાંઢા)

    આ પણ વાંચો, Covid-19: યૂરોપે લૉકડાઉન કરીને બચાવ્યા 30 લાખ લોકોના જીવ, ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?
    Published by:Mrunal Bhojak
    First published: