Home /News /national-international /

ટિકિટ કપાયા બાદ અડવાણીએ કરી દિલની વાત - 'ગાંધીનગરની જનતાનો આભાર'

ટિકિટ કપાયા બાદ અડવાણીએ કરી દિલની વાત - 'ગાંધીનગરની જનતાનો આભાર'

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ વખતની લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડી રહ્યાં છે. અમિત શાહ પહેલા આ સીટ પરથી ભાજપના પીઢ નેતા અડવાણી લડતાં હતા, અડવાણી વર્ષ 1992થી છ વખત ગાંધીનગર સીટ પરથી ચૂંટાયા છે. જો કે આ વખતે તેમની ટિકિટ કપાઇ છે અને અમિત શાહ અહીંથી ચૂંટણી લડશે.

  ટિકિટ કપાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમવખત કોઇ નિવેદન આપ્યું છે. ભાજપના સ્થાપના દિવસ પર અડવાણીએ બ્લોગ લખ્યો છે, આ બ્લોગમાં અડવાણીએ કેટલીક વાતો કરી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ ચૂંટણીમાં કરો પાર્ટ ટાઇમ જોબ, મેળવો 8 હજારથી 2 લાખ પગાર

  પોતાના બ્લોગમાં અડવાણીએ જણાવ્યું કે ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપ ક્યારેય પોતાનો રાજનીતિક દુશ્મન ગણ્યો નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયો છે. આવી જ રીતે જ્યાંસુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારોથી સહમત નથી રાખતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે રાજનીતિક મંચ પર.

  ભાજપના સ્થાપના દિવસ પર લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું કે હું કાઇ લખવાની શરૂઆત કરું એ પહેલા હું ગાંધીનગરના લોકોનો આભાર વ્યક્ત કરું છું. જેઓએ 1992 બાદથી છ વખત મને લોકસભા માટે ચૂંટ્યો. તેમના પ્રેમ અને સમર્થનનો હંમેશા હું ઋણી રહીશ.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, L K Advani, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन