બીજેપી નેતા કપિલ મિશ્રાનો દાવો, જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે

News18 Gujarati
Updated: February 25, 2020, 11:05 PM IST
બીજેપી નેતા કપિલ મિશ્રાનો દાવો, જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે
બીજેપી નેતા કપિલ મિશ્રાનો દાવો, જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે

કપિલ મિશ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે દોસ્તો, દેશ અને વિદેશોથી સતત ફોન આવી રહ્યા છે. મને જાનથી મારવાની જાહેરાત કરવામાં આવી રહી છે

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પૂર્વી દિલ્હી (North East Delhi)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ને લઈને ચાલી રહેલી બબાલ વચ્ચે હિંસા પ્રભાવિત ચાર વિસ્તાર મૌજપુર, જાફરાબાદ, ચાંદબાગ અને કરાવલનગરમાં કલમ 144 લગાવી દીધી છે. બીજી તરફ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા બીજેપી નેતા કપિલ મિશ્રાએ ચોંકાવનારો ખુલાસા કર્યો છે. કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

બીજેપી નેતા કપિલ મિશ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે દોસ્તો, દેશ અને વિદેશોથી સતત ફોન આવી રહ્યા છે. મને જાનથી મારવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ધમકીઓ આપી રહ્યા છે. બંધ રસ્તાને ખોલાવવાનું કહેવું કોઈ ગુનો નથી, CAAનું સમર્થન કોઈ ગુનો નથી, સાચું બોલવું કોઈ ગુનો નથી.

આ પણ વાંચો - દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 13 લોકોના મોત, પ્રભાવિત વિસ્તારમાં CBSEએ પરીક્ષા સ્થગિત કરી
અન્ય એક ટ્વિટમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના એક ટ્વિટનો જવાબ આપતા કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યું છે કે એ બતાવો સંજય સિંહ - AAPના 62 MLA કાલે આખો દિવસ ક્યાંય હતા? કેજરીવાલ અને સિસોદીયા કાલે આખો દિવસ ક્યાં હતા? કેજરીવાલ સરકાર મૌલવીઓને 44000 રુપિયા પગાર આપે છે તો મસ્જિદોથી દંગા રોકવાની જાહેરાત કેમ કરવામાં આવી રહી નથી? રસ્તા ખોલવાની અપીલ કેમ ના કરી કેજરીવાલે? છે કોઈ જવાબ?ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 11 લોકોનો મોત થયા છે. આ હિંસક પ્રદર્શનમાં 56 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. 130 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. હિંસામાં જીવ ગુમાવનાર દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading