BJPના આ મોટા નેતાનો દાવો, આજે નહીં તો થોડાક મહિના પછી અશોક ગેહલોત સરકાર પડી જશે

BJPના આ મોટા નેતાનો દાવો, આજે નહીં તો થોડાક મહિના પછી અશોક ગેહલોત સરકાર પડી જશે
બીજેપી 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા એકજુટતા પ્રદર્શિત કરવાના પ્રયત્નમાં લાગી ગઇ છે

બીજેપી 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા એકજુટતા પ્રદર્શિત કરવાના પ્રયત્નમાં લાગી ગઇ છે

  • Share this:
    નવી દિલ્હી : રાજસ્થાનમાં સચિન પાયલટ (Sachin Pilot)ની આગેવાનીવાળા અસંતુષ્ઠ પક્ષ અને સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) વચ્ચે સમાધાન થવાના સંકેત મળી રહ્યા છે. આ સંકેતો વચ્ચે બીજેપીએ પણ પોતાના વિભિન્ન વિકલ્પો પર વિચાર મંથન શરૂ કરી દીધો છે. બીજેપી 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા એકજુટતા પ્રદર્શિત કરવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સમાધાનના સમાચાર વચ્ચે બીજેપી ધારાસભ્ય દળના નેતા ગુલામ ચંદ કટારિયા (Gulab Chand Kataria)એ ગેહલોત સરકારને લઈને મોટો દાવો કર્યો છે. કટારિયાએ કહ્યું કે કોંગ્રેસ (Congress)માં એકતા હશે તો અસ્થાઇ રહેશે અને સરકાર પડી જશે.

    કટારિયાએ પીટીઆઈ ભાષાને કહ્યું કે ભાજપા ધારાસભ્યોની બેઠક મંગળવારે બોલાવવામાં આવી છે. ભાજપા સૂત્રોએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જયપુરમાં યોજાનારી બેઠકમાં સામેલ થઈ શકે છે. તે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે. સૂત્રોના મતે રાજસ્થાનમાં ગેહલોત સરકાર સામે પાયલટ પક્ષના 18 ધારાસભ્યોના બળવા પછી પ્રદેશમાં ભાજપાની રણનિતીને લઈને વિશ્વાસમાં ના રાખવાથી વસુંધરા રાજે નાખુશ છે.



    આ પણ વાંચો - Rajasthan Crisis: સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન!



    કટારિયાએ કહ્યું કે જો ગેહલોત સરકાર પડશે તો કોંગ્રેસના આંતરિક કલહના કારણે પડશે અને આ ચાલશે તો નારાજ પક્ષો વચ્ચે કોઈ પ્રકારના સમાધાનના કારણે થશે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંતમાં ગેહલોત સરકાર પડશે. આજે નહી પડે તો કેટલાક મહિનામાં આ પડી જશે.
    Published by:Ashish Goyal
    First published:August 10, 2020, 22:42 pm