બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?

News18 Gujarati
Updated: November 5, 2019, 10:17 AM IST
બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?
દિલીપ ઘોષે દાવો કર્યો કે દેશી ગાયના દૂધમાં સોનું હોય છે, અને તેથી જ તેનું દૂધ સોનેરી દેખાય છે

દિલીપ ઘોષે દાવો કર્યો કે દેશી ગાયના દૂધમાં સોનું હોય છે, અને તેથી જ તેનું દૂધ સોનેરી દેખાય છે

  • Share this:
સુજીત નાથ, કોલકાતા : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળ (West Bengal) એકમના અધ્યક્ષ દિલીપ ઘોષ (Dilip Ghosh) 'રસ્તા કિનારે સ્ટોલો પર ગૌમાંસ ખાવા પર' અને 'વિદેશી પાલતૂ શ્વાનના મળમૂળ સાફ કરવામાં ગર્વ અનુભવતા' બુદ્ધિજીવિઓના એક વર્ગ પર શાબ્દિક હુમલો કરતાં વિવાદોમાં આવી ગયાં છે.

બર્દવાનમાં 'ગોપ અષ્ટમી કાર્યક્રમ' દરમિયાન દિલીપ ઘોષે કહ્યુ કે, એવું લાગે છે કે જે શિક્ષિત સમાજના છે અને રસ્તા કિનારે ગૌમાંસ ખાય છે. ગાય કેમ? હું તેમને શ્વાનનું માંસ ખાવા માટે કહેવા માંગીશ. તે સ્વાસ્થ્ય માટે સારું છે. અન્ય પશુઓનું પણ માંસ ખાઓ. આપને કોણ રોકી રહ્યું છે? પરંતુ રસ્તા પર નહીં, પોતાના ઘરની અંદર ખાઓ.

તેની સાથે જ ઘોષે કહ્યુ કે, ગાય અમારી માતા છે અને અમે ગાયને મારવી અસામાજિક માનીએ છીએ. એવા લોકો છે જે વિદેશી કૂતરાઓને ઘરમાં રાખે છે અને ત્યાં સુધી કે તેમના મળમૂત્રને પણ સાફ કરે છે. આ મહા અપરાધ છે.

દિલીપ ઘોષે તેની સાથે જ દાવો કર્યો કે દેશી ગાયના દૂધમાં સોનું હોય છે, અને તેથી જ તેનું દૂધ સોનેરી દેખાય છે.

'ગાય માતાની હત્યા એક ભયંકર અપરાધ છે'

બીજેપીના પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે, ભારત ગોપાલ (ભગવાન કૃષ્ણ)નું સ્થાન છે અને ગૌ (ગાય) પ્રતિ સન્માન હંમેશા માટે રહેશે. ગાય માતાની હત્યા એક ભયંકર અપરાધ છે અને અમે તેનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું. સ્તનપાન બાદ, એક બાળક ગાયના દૂધ પર જીવિત રહે છે. ગાય અમારી માતા છે અને જો અમારી માતાને કોઈ મારે છે તો અમે ક્યારેય સહન નહીં કરીએ. તેઓએ આગળ કહ્યુ કે, દેશી ગાયના દૂધમાં સોનું હોય છે.

'દેશી' અને 'વિદેશી' ગાયની વચ્ચે તુલના કરતાં ઘોષે કહ્યુ કે, માત્ર દેસી ગાય જ અમારી માતા હોય છે, ન કે વિદેશી. જેઓ વિદેશી પત્નીઓ લાવે છે, હવે મુશ્કેલમાં છે.

આ પણ વાંચો,

માતા માટે દુલ્હો શોધી રહી છે દીકરી, Twitter પર મૂકી આ ત્રણ શરતો
દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા
First published: November 5, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading