Home /News /national-international /

પ્રિયા પ્રકાશને ફોલો કરનાર યુવાઓ પકોડા વેચવાને જ લાયક- બીજેપી નેતા

પ્રિયા પ્રકાશને ફોલો કરનાર યુવાઓ પકોડા વેચવાને જ લાયક- બીજેપી નેતા

સંજીવ મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, બોર્ડની પરીક્ષા નજીક છે. પ્રિયાના વીડિયો પર બેન મૂકવો જોઈએ.

સંજીવ મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, બોર્ડની પરીક્ષા નજીક છે. પ્રિયાના વીડિયો પર બેન મૂકવો જોઈએ.

    વેલેન્ટાઈન ડે પહેલા ઇન્ટરનેટ પર ધમાલ મચાવનાર મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ફરી એક વખત ચર્ચામાં છે. હૈદરાબાદમાં કેસ દાખલ થયા બાદ હવે મધ્ય પ્રદેશના એક બીજેપી નેતાએ પ્રિયા પ્રકાશને લઈને વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રિયા પ્રકાશના ગીતને તાત્કાલિક બેન કરી દેવાની વાત કરવામાં આવી છે.

    હોશંગાબાદમાં ભાજપના રમત-જગત સેલના જિલ્લા સંયોજક સંજીવ મિશ્રાએ ફેસબુક પર પણ પ્રિયા પ્રકારને લઈને એક પોસ્ટ લખી છે. ભાજપના નેતાએ લખ્યું છે કે, 'જે દેશમાં ફક્ત એક યુવતીની આંખ મારવાથી 24 કલાકની અંદર 7 લાખ ફોલોઅર્સ થઈ જાય, એ દેશના યુવાઓ પકોડા વેચવાના જ લાયક છે.'

    સંજીવ મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, બોર્ડની પરીક્ષા નજીક છે. પ્રિયાના વીડિયો પર બેન મૂકવો જોઈએ. તેમણે એક લાંબી ફેસબુક પોસ્ટ લખીને આનાથી થતા નુકસાન અંગે પણ જણાવ્યું હતું.

    આંખ મારીને લાખોને 'ઘાયલ' કરનારી પ્રિયા સામે હૈદરાબાદમાં ફરિયાદ

    રાતો-રાત ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ થઇ જનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સામે હૈદરાબાદમાં ફરિયાદ દાખલ થઈ છે. અહીંના અમુક મુસ્લિમ યુવકોએ પ્રિયા પ્રકાશ પર 'મનિક્યા મલારયા પૂવી' ગીતના નિર્માતાઓ સામે લોકોની લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે.

    મળી રહેલી માહિતી પ્રમાણે, ફરિયાદ કરનાર લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે આ ગીતથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ગીતના શબ્દોનું અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવે તો તેમાં પૈગમ્બર મોહમ્મદનું અપમાન થયું છે.

    નોંધનીય છે કે 'ઓરુ અદાર લવ' ફિલ્મનું આ ગીત શાન રહેમાને કમ્પોઝ કર્યું છે. આ ગીતની એક ક્લિપિંગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ થઈ રહી છે, જેના કારણે પ્રિયા રાતો-રાત ફેમસ થઈ ગઈ હતી.

    યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા બાદ આ ક્લિપિંગને 20 કલાકમાં 10 લાખથી વધારે વખત જોવામાં આવી હતી.

    બોલિવૂડમાંથી મળી રહી છે ઓફર

    વીડિયો વાયરલ થયા બાદ પ્રિયા પ્રકાશને બોલિવૂડમાંથી પણ ફિલ્મમાં ઓફર મળી રહી છે. News18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ જણાવ્યું હતું કે, 'પિંક' ફિલ્મના ડિરેક્ટરે તેમને ફોન કરીને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Letter, પ્રતિબંધ, મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन