Home /News /national-international /

BJP સાંસદે સિદ્ધુ અને આઝમ ખાનને કહ્યાં અપશબ્દો, ગણાવ્યા અસભ્ય માણસ

BJP સાંસદે સિદ્ધુ અને આઝમ ખાનને કહ્યાં અપશબ્દો, ગણાવ્યા અસભ્ય માણસ

  લોકસભા ચૂંટણી 2019માં નેતાઓએ બેફામ વિવાદિત નિવેદનો આપ્યા, જે હજુ પણ ચાલુ જ છે. આ લિસ્ટમાં હવે ભાજપના સાંસદ અને કુસ્તી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રજભુષણ શરણ સિંહનું નામ પણ સામે થઇ ગયું છે. ગોંડા પહોંચેલા સાંસદ બ્રજભૂષણ શરણ સિંહે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને લઇને વિવાદિત ટિપ્પણી કરી છે.

  સોમવારે બ્રજભૂષણ ગોંડામાં એક ચૂંટણી સભા સંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ બ્રજભુષણે મીડિયા સાથે વાતચીત કરી હતી. નવજોત સિંહ સિદ્ધુની ટિપ્પણી પર પૂછાયેલા પ્રશ્નમાં તેઓએ જવાબ આપતા ગાળો બોલી હતી, તો આઝમ ખાન પર બોલતાં તેોએ કહ્યું કે તેઓ અસભ્ય નેતા છે. આઝમ ખાન જેવા અસભ્ય વ્યક્તિની વાતનો કોઇ જવાબ દેવા નથી ઇચ્છતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ જાણો, PM મોદી, અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ ક્યાંથી કરશે મતદાન

  ઉલ્લેખનીય છે કે સાંસદ બ્રજભૂષણ વિવાદિત નિવેદનને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. ભાજપ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ કેસરગંજ લોકસભા સીટના સાંસદ છે. ભાજપની ટિકિટ પર આ વખતે પણ તેઓ ચૂંટણી લડી રહ્યાં છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Comment, આઝમ ખાન, નેતા, પુર્વ ક્રિકેટર, ભાજપ, વિવાદ

  આગામી સમાચાર