Home /News /national-international /

CM Bhagwant Mann marriage: BJP નેતા બગ્ગાએ CM ભગવંત માનને આપી અનોખી ભેટ : ગિફ્ટની કિંમત જાણી ચોંકી જશો

CM Bhagwant Mann marriage: BJP નેતા બગ્ગાએ CM ભગવંત માનને આપી અનોખી ભેટ : ગિફ્ટની કિંમત જાણી ચોંકી જશો

પંજાબ મુખ્યમંત્રી લગ્ન

Bhagwant Mann Gurpreet Kaur marriage: બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી છે અને ફરી એક રમૂજી ગિફ્ટ મોકલી હતી.

    પંજાબઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Punjab CM bhagvant mann) હવે ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં (marriage) બંધાઈ ચૂક્યા છે. આ તેમના બીજા લગ્ન છે. મુખ્યમંત્રી સીએમ માનની લગ્ન વિધિ ચંદીગઢમાં (Chandigarh) થઈ હતી. આ તકે બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી છે અને ફરી એક રમૂજી ગિફ્ટ મોકલી હતી. જે સોશિયલ મીડિયા (social media) પર ટ્રેન્ડ થઈ રહી છે.

    બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ભગવંત માનને શુભેચ્છા સાથે લગ્નની ગિફ્ટ મોકલી હતી. આમ તો ભેટની કિંમત ન જોવાય, પણ મુખ્યમંત્રીને મોકલેલી ગિફ્ટની કિંમતનો સ્ક્રીનશોટ ખુદ બગ્ગાએ શેર કર્યો છે. તેમણે મુખ્યમંત્રીને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો. બગ્ગાએ લગ્નના એક દિવસ અગાઉ આ ગિફ્ટ મોકલી હતી. ટ્વિટર પર બગ્ગાએ પોતે જ રૂ. 568ના ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે તેમણે ભગવંત માનને ઓનલાઈન મોકલેલી ગિફ્ટનો છે.

    અહી ઉલ્લેખનિય છે કે, ભાજપના તેજીન્દર બગ્ગા ટ્વિટર પર સુપર એક્ટિવ રહે છે. તેમણે ટ્વિટ કરી ભગવંત માનને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વિટમાં કર્યું છે કે, 'ભગવંત માન જીને તેમના લગ્ન નિમિતે ફૂલ અને શુભેચ્છા સંદેશ આપું છું'

    માત્ર નજીકના લોકોને જ આમંત્રણ :
    ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના કેબિનેટ મંત્રીઓને જ આ કાર્યક્રમમાં હાજરી આપવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.

    કોણ છે ડૉ ગુરપ્રીત કૌર ?
    32 વર્ષીય ડૉ ગુરપ્રીત કૌર શીખ સમુદાયમાંથી આવે છે. ભગવંત માન અને ગુરપ્રીત કૌરનો પરિવાર વર્ષોથી એકબીજાને ઓળખે છે. ગુરપ્રીત કૌર કુરુક્ષેત્રની રહેવાસી છે. તેમના પિતા ખેડૂત છે. ગુરપ્રીત કૌરને બે બહેનો છે, જેઓ વિદેશમાં રહે છે. ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર મેડિકલ અભ્યાસ દરમિયાન ગોલ્ડ મેડાલિસ્ટ વિનર હતી. તેમણે અંબાલાથી MBBS કર્યું છે. તેઓ હરિયાણામાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતા અને છ માસ અગાઉ જ મોહાલી પરિવાર સાથે ટ્રાન્સફર થયા છે.

    આ પણ વાંચોઃ-Bihar Marriage: પ્રેમિકાના લગ્ન સમયે પ્રેમી થયો 'પાગલ', સ્ટેજ પર જઈને પહેરાવી દીધી વરમાળા

    ભગવંત માનની માતા અને બહેને ખુદ ગુરપ્રીત કૌરને પસંદ કરી છે. ગુરપ્રીત કૌર ભગવંત માનના પરિવારની નજીક છે. સીએમ માનની માતા ડૉ. કૌરને પસંદ કરે છે. માન તેની માતાના કહેવા પર જ બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ-બ્રિટનમાં રાજકીય સંકટ, 48 કલાકમાં 50 મંત્રીઓએ પદ છોડ્યા બાદ પીએમ બોરિસ જોનસન પણ રાજીનામું આપવા તૈયાર

    અહી નોંધનીય છે કે, સીએમ માનના 6 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. સીએમ માનની પહેલી પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. શપથ ગ્રહણ સમારોહમાં ભગવંત માનના બંને બાળકો ભારત આવ્યા હતા. કોરની બંને બહેનો વિદેશમાં રહે છે.ડો ગુરપ્રીત કૌરે 48 વર્ષીય આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનને તેમના ચૂંટણી પ્રચારમાં મદદ કરી હોવાના અહેવાલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Marriage, Punjab cm

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन