J&K: કુલગામમાં બીજેપી નેતા અહમદ ખાંડેની આતંકવાદીઓએ કરી હત્યા

News18 Gujarati
Updated: August 6, 2020, 12:06 PM IST
J&K: કુલગામમાં બીજેપી નેતા અહમદ ખાંડેની આતંકવાદીઓએ કરી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં કોઈ સરપંચ આ 48 કલાકમાં બીજો હુમલો છે.

સજ્જાદ અહમદ ખાંડે ઘરથી માત્ર 20 મીટર દૂર હતા ત્યારે આતંકવાદીઓએ નિશાન બનાવી દીધા

  • Share this:
કુલગામઃ દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામ (Kulgam)માં બીજેપી નેતા અને સરપંચ સજ્જાદ અહમદ ખાંડે (Sajad Ahmad Khanday)ની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. બીજેપી (BJP) નેતા સજ્જાદ અહમદ ખાંડે પર કુલગામ જિલ્લાના વેસુમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ (Terrorist) ફાયરિંગ કર્યું, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

અત્યાર સુધી કોઈ પણ આતંકવાદી સમૂહે હુમલાની જવાબદારી નથી લીધી. પ્રારંભિક રિપોર્ટ્સ મુજબ, મૃતક સરપંચ અનેક અન્ય સરપંચોની સાથે એક પ્રવાસી શિબિરમાં રહેતા હતા. જોકે, તેઓએ પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો અને વેસુ માટે રવાના થયા હતા. જ્યારે તેઓ પોતાના ઘરથી માત્ર 20 મીટર દૂર હતા ત્યારે તેમની પર હુમલો થયો.

આ પણ વાંચો, મનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ જીસી મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યું

48 કલાકથી ઓછા સમયમાં આ બીજો હુમલો છે. આ પહેલા બીજેપી સરપંચ આરિફ અહમદ પર 4 ઓગસ્ટની સાંજે અખાન કાજીગુંડમાં આતંકવાદીઓએ ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે સમયે ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું હતું કે, અમે સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે ઘણા બધા આતંકવાદી હાલમાં ઠાર મરાયા છે. આતંકવાદીઓનો આ હુમલો તેમની હતાશા દર્શાવે છે. જ્યાં પણ જરૂરી હશે અમે સુરક્ષા આપી રહ્યા છીએ.

આ પણ વાંચો, Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, NDRFતૈનાત, હાઈટાઇડની ચેતવણી

જુલાઈમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના બાંદોપોરામાં બીજેપી નેતા વસીમ અહમદ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રણેય પર બાંદોપોરાના એક પોલીસ સ્ટેશનની પાસે દુકાનની બહાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
આ પહેલા 8 જૂને અનંતનાગ જિલ્લાના લરકીપુરા વિસ્તારના સરપંચ અને કૉંગ્રેસના સભ્ય અજય પંડિતની તેમની ગામમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને સરપંચ અજય પંડિતના હત્યારાઓેન ઠાર માર્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: August 6, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading