BJP સાથે જોડાયેલા સુભાષચંદ્ર બોઝના પૌત્રએ નાગરિકતા કાયદા પર ઉઠાવ્યો સવાલ

BJP સાથે જોડાયેલા સુભાષચંદ્ર બોઝના પૌત્રએ નાગરિકતા કાયદા પર ઉઠાવ્યો સવાલ
પશ્ચિમ બંગાળમાં બીજેપીના ઉપાધ્યક્ષ ચંદ્રકુમાર બોઝે નાગરિકતા કાયદા 2019માં મુસ્લિમોને સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા. (ફાઇલ તસવીર)

બંગાળ બીજેપીના ઉપાધ્યક્ષ ચંદ્રકુમાર બોઝે પૂછ્યું, CAAમાં મુસ્લિમોને કેમ સામેલ નથી કરવામાં આવ્યા?

  • Share this:
    નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા 2019 (CAA 2019)ની વિરુદ્ધ હવે બીજેપી (BJP)ની અંદર જ વિરોધનો સૂર ઊભો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીના ઉપાધ્યક્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ એ સવાલ ઉઠાવ્યો કે કાયદામાં મુસ્લિમો (Muslims)ને સામેલ કેમ નથી કરવામાં આવ્યાં? સી.કે. બોઝે નાગરિકતા કાયદાના સમર્થનમાં પશ્ચિમ બંગાળ (West Bengal)માં સોમવારે બીજેપીની રેલી બાદ ટ્વિટ કર્યું કે જો સીએએ 2019નું કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી તો અમે માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈનની વાત કેમ કરી રહ્યા છો? સરકારે પારદર્શિતા રાખવી જોઈએ.

    'ભારતમાં બધા ધર્મો અને સમુદાય માટે છે સ્થાન'



    સી.કે. બોઝે કહ્યું કે ભારતમાં તમામ ધર્મો અને સમુદાયો માટે સ્થાન છે. તેથી ભારતની કોઈ પણ દેશ સાથે તુલના ન કરવી જોઈએ. નાગરિકતા કાયદા 2019માં મુસ્લિમોને સામેલ કરવામાં કોઈ નુકસાન નથી. જો મુસ્લિમોનું તેમના દેશમાં દમન નથી કરવામાં આવતું તો તેઓ ક્યારેય ભારત (India) નહીં આવે. જોકે, એ પણ પૂરું સત્ય નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેનારા બલોચોંનું શોષણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે, નાગરિકતા કાયદાના સમર્થનમાં કોલકાતામાં સોમવારે યોજાયેલી રેલીમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda)ની સાથે મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોણ પણ હાજર રહ્યા હતા.

    એક અન્ય ટ્વિટમાં બોઝે લખ્યું છે કે, ભારતની કોઈ અન્ય દેશ સાથે તુલના કે બરાબરી ન કરવી જોઈએ, કારણ કે અહીં તમામ ધર્મો અને સમુદાયોનો ખુલો દેશ છે. બીજેપીમાંથી આ કાયદાની વિરુદ્ધ સ્વર ત્યારે ઊઠ્યો છે જ્યારે બીજેપી સોશિયલ મીડિયા પર મોટા સ્તરે આ કાયદાને લઈ જાગૃતતા અભિયાન ચલાવી રહ્યું છે.

    આ પણ વાંચો, BJPએ 1 વર્ષમાં ગુમાવ્યા 5 મહત્વપૂર્ણ રાજ્ય, દિલ્હી અને બિહારમાં અગ્નિપરીક્ષા
    Published by:Mrunal Bhojak
    First published:December 24, 2019, 13:41 IST

    ટૉપ ન્યૂઝ