બીજેપી મહિલા નેતાનો આરોપ, 'જાધવપુર યુનિવર્સિટીમાં ટોળાએ મારા કપડાં ફાડ્યાં'

જાધવપુર યુનિવર્સિટી (Jadavpur University)માં વિદ્યાર્થીઓની ભીડે કરેલી હિંસા મામલે બીજેપી નેતા અગ્નિમિત્રા પૉલે (Agnimitra Paul) પોલીસમાં ફરિયાદ આપી છે.

News18 Gujarati
Updated: September 21, 2019, 12:02 PM IST
બીજેપી મહિલા નેતાનો આરોપ, 'જાધવપુર યુનિવર્સિટીમાં ટોળાએ મારા કપડાં ફાડ્યાં'
અગ્નિમિત્રા પૉલ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 21, 2019, 12:02 PM IST
કોલકાતા : પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવર્સિટી (Jadavpur University)માં વિદ્યાર્થીઓની ભીડે કરેલી હિંસા મામલે બીજેપી નેતા અગ્નિમિત્રા પૉલે (Agnimitra Paul) પોલીસમાં ફરિયાદ આપી છે. તેમણે કહ્યુ કે 'યુનિવર્સિટીની અંદર ટોળાએ તેમને ગાળો ભાંડી હતી.' તેમણે આરોપ લગાવ્યો કે અમુક લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેનાં કપડાં ફાટી નાખ્યા હતા.

અગ્નિમિત્રા પૉલે કહ્યુ કે, "ગુરુવારે યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo) સાથે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) તરફથી કરવામાં આવ્યું હતું. જ્યારે અમે લોકો કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કેમ્પસમાં અમુક લોકોએ અમને રસ્તામાં અટકાવ્યાં હતાં અને નારેબાજી શરૂ કરી દીધી હતી."

વિદ્યાર્થીઓએ ગાળો ભાંડી

અગ્નિમિત્રા પૉલે કહ્યું કે, "આ ભીડમાં મોટાભાગના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. થોડા સમયમાં જ આ લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. જે બાદમાં આ લોકો ગાળો ભાંડવા લાગ્યા હતા. તેમણે અમારી સાથે મારપીટ શરૂ કરી દીધી હતી." આ મામલે અગ્નિમિત્રા પૉલે જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં અગ્નિમિત્રા પૉલે દાવો કર્યો કે, "ટોળાએ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોને પરેશાન કર્યા હતા. ત્યાં કોઈ સુરક્ષા ન હતી. અમને ચાર કલાક સુધી ટોળાએ ઘેરી રાખ્યાં હતાં. યુનિવર્સિટીમાં ટોળું બેકાબૂ બની ગયું હતું. મારી સાથે શારીરિક અને માનસિક રીતે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મારા કપડાં ફાડી નાખવામાં આવ્યાં હતાં."

બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યા
Loading...

આ પહેલા કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ડાબેરી વિદ્યાર્થીઓ પર તેમની સાથે હાથચાલકી કરવાનો અને લાંબા સમય સુધી બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વિટમાં તેમણે કહ્યુ કે, "આ કાયરોને જાધવપુર યુનિવર્સિટીની છબીને ખરડવા દેવામાં નહીં આવે. તમને અમે શોધી કાઢીશું. ચિંતા ન કરો. તમારી સાથે એવું વર્તન નહીં કરીએ જેવું તમે મારી સાથે કર્યું હતું."

નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, અહીં તેઓ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) વિષય પર સંબોધન કરવાના હતા.
First published: September 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...