કોંગ્રેસ પાસેથી કર્ણાટક હડપી લાવે BJPએ તૈયાર કર્યો જીતનો મંત્ર, આ છે પ્લાન

 • Share this:
  કર્ણાટકમાં કોંગ્રેસને સત્તાથી બહાર કરવા માટે પૂરા જોર-શોરથી લગાવી રહેલ ભાજપની રણનીતિમાં તેમનો 19 સૂત્રનો કાર્યક્રમ અને દેશભરમાંથી 5 ડઝન જેટલા પ્રચારકોની ભૂમિકા મહત્વની રહેશે. પાર્ટીએ પોતાની આ રણનીતિને જમીન પર ઉતારવા માટે કેન્દ્રીય મંત્રીઓ સહિત દેશભરમાંથી 56 સાંસદો અને નેતાઓને કામે લગાડ્યા છે.

  કેન્દ્રીય નેતાઓની આ ટીમ કર્ણાટક પ્રદેશ ભજપાની સાથે તાલથી તાલ મિલાવીને કામ કરી રહી છે અને આમાં દરેક વિધાનસભા વિસ્તારામાં બૂથ સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. આમાં પન્ના પ્રમુખો સાથે સમન્વય પર ખાસ જોર આપવામાં આવી રહ્યું છે. આ સાથે ભાજપા મૈસૂર, મેંગલૂરૂ, બેલગાવી, કલબુર્ગી, હુબલી, બેલ્લારી, બેંગલૂરૂ સહિત કેટલાએ વિસ્તારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કરિશ્માનો ઉપયોગ કરશે.

  ભાજપાના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પ્રદેશ ભાજપા તો કાર્યક્રમ અનુસાર કામ કરશે જ, આ સાથે કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સહિત દેશના વિક્ષિન્ન સાંસદોની ટીમને વિસ્તાર વાર કામે લગાવવામાં આવ્યા છે. ભાજપા અદ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ કર્ણાટકમાં પાર્ટી ચૂંટણી અભિયાનમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, અનંતકુમાર, રવિશંકર પ્રસાદ, નિર્મલા સિતારમન, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જિતેન્દ્ર સિંહ, પીપી ચૌધરી, ગજેન્દ્ર સિંહ શેખાવત, અનંતકુમાર હેગડે, સિવાય મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ, જયરામ ઠાકુર પણ શામેલ છે.

  પાર્ટીએ રાજ્યના 224 વિધાનસભા વિસ્તારમાં દરેક સીટ પર શક્તિ કેન્દ્ર સ્થાપિત કરવાની પહેલ કરી છે. દરેક પાંચ-છ બૂથ પર એક શક્તિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શક્તિકેન્દ્રોનું સમન્વય તેના પ્રમુખ કરી રહ્યા છે. આ સિવાય દરેક બૂથ પર કમિટીનું નિર્માણ કરવાની પણ પહેલ કરવામાં આવી છે.

  દરેક વિધાનસભા સીટ પર 12 સભ્યોની સમિતી નિમવામાં આવી છે, જેમાં અનુસુચિત જાતી, જનજાતિ, અલ્પસંખ્યક, યુવા, મહિલાઓને પણ સભ્યરૂપે શામેલ કરવામાં આવી છે. આ સમિતીને બૂથવાર રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

  આ બાજુ કર્ણાટક ચૂંટણીમાં ભાજપાની જીતનો દાવો કરતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસની સંપૂર્ણ રાજનીતિ જાતિ, ધર્મ, પંથના આધાર પર લોકોના ભાગલા પાડવા અને તૃષ્ટીકરણની રાજનીતિના માધ્યમથી સત્તા હાસિલ કરવાની અવધારણા પર આધારિત છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ એક બાજુ હિન્દુઓના ભાગલા પાડવા અને બીજી બાજુ ભય દેખાડી કોઈને કોઈ કારણ તે અલ્પસંખ્યક લોકોને એક રાખવાની નીતિનું અનુસરણ કરી રહી છે. આ રણનીતિ પર કોંગ્રેસ વર્ષોથી ચાલી રહી છે.

  રાવે કહ્યું કે, કર્ણાટકની પ્રજા હવે આ વાતને સમજી ગઈ છે, અને ભાજપાને જનાદેશ આપવાનું પૂરી રીતે મન બનાવી બેઠી છે. ભાજપાએ સિદ્ધારમૈયા સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા 75 દિવસની કર્ણાટક પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું હતું. આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના પ્રભાવનું આકલન કરતા પાર્ટીએ આ વિષયને જોર-શોરથી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી અલગ-અલગ વિસ્તારમાં બાઈકર્સ રેલીનું આયોજન પણ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: