Home /News /national-international /

ભાજપે જાહેર કર્યું 'ચોકીદાર રેપ સોંગ', કલાકોમાં જ થયું વાયરલ

ભાજપે જાહેર કર્યું 'ચોકીદાર રેપ સોંગ', કલાકોમાં જ થયું વાયરલ

    લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ તેજ બની છે. દરેક પક્ષો મતદારોને આકર્ષવા માટે વાયદાઓથી લઇને સોશિયલ મીડિયા પર અવનવા નુસખા અપનાવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપે શનિવારે પોતાનો નવો ચૂંટણી પ્રચારનો વીડિયો જાહેર કર્યો છે. જે કલાકોમાં જ વાયરલ થયો છે.

    આ વીડિયોમાં પોપ સ્ટાર દેવાંગ પટેલ ચોકીદારના ગેટઅપમાં નજર આવી રહ્યાં છે અને તેઓ સત્તામાં ભાજપની વાપસીની વાત કરી રહ્યાં છે. વીડિયોની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અવાજથી થાય છે. બંને PM મોદી અને અમિત શાહ પર આક્ષેપો કરતાં નજર આવે છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ હાર્દિકનો અલ્પેશ પર પ્રહાર, 'પરપ્રાંતિયો વખતનો વાણીવિલાસ ભૂલી ગયા?'

    રાહુલ અને કેજરીવાલ બાદ ગીત શરૂ થાય છે જેના શબ્દો છે કે સારે ચોર એક હો જાએ...જાહે જીતના શોર મચાએ....આયેગા તો મોદી હી...





    ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ચોકીદાર શબ્દ સૌથી વધુ સંભળાય રહ્યો છે. જ્યારે એક તરફ કોંગ્રેસ ચોકીદાર ચોર છે, એવા નારા લગાવી રહ્યાં છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર ભાજપનું કેમ્પેઇન મે પણ ચોકીદાર વાયરલ થઇ રહ્યું છે. ભાજપનો નવો વીડિયો આ થીમ પર જ આધારિત છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Chowkidar, Launch, Lok sabha election 2019, ચૂંટણી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन