સાધ્વી પ્રજ્ઞા સહિત ત્રણ નેતાને નોટિસ, અમિત શાહે કહ્યુ- 'આ તેમનો વ્યક્તિગત મત'

બીજેપીએ જે નેતાઓને નોટિસ મોકલી છે તેમાં, સાધ્વી પ્રજ્ઞા સિંહ, અનંતકુમાર હેગડે, અને નલિન કતીલનું નામ સામેલ છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 2:54 PM IST
સાધ્વી પ્રજ્ઞા સહિત ત્રણ નેતાને નોટિસ, અમિત શાહે કહ્યુ- 'આ તેમનો વ્યક્તિગત મત'
સાધ્વી પ્રજ્ઞા, અનંતકુમાર હેગડે, નવીન કાતીલ
News18 Gujarati
Updated: May 17, 2019, 2:54 PM IST
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે વિવાદિત નિવેદન કરવાના કેસમાં પક્ષના જ ત્રણ સભ્યોને નોટિસ પાઠવી છે. બીજેપીએ જે નેતાઓને નોટિસ મોકલી છે તેમાં, સાધ્વી પ્રજ્ઞા સિંહ, અનંતકુમાર હેગડે, અને નલિન કતીલનું નામ સામેલ છે.

આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટિપ્પણી કરી હતી. શુક્રવારે તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે, "બે દિવસમાં અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને નલીન કટીલના જે ભાષણો સામે આવ્યા છે તે તેમના વ્યક્તિગત નિવેદનો છે, આ નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ સંબંધ નથી."

અમિત શાહે વધુમાં લખ્યું કે, "આ લોકોએ પોતાના નિવેદનો પરત લીધા છે અને માફી માંગી છે. છતાં જાહેર જીવન અને ભારતીય જનતા પાર્ટીની ગરિમા તેમજ વિચારધારાથી વિપરિત આ નિવેદનોને ગંભીરતાથી લઈને પાર્ટીએ આ નિવેદનોને અનુશાસન સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે."

અમિત શાહે ટ્વિટ કર્યું કે, "અનુસાશન સિમિતિ ત્રણેય નેતાઓ પાસેથી જવાબ માંગીને આ અંગેનો રિપોર્ટ 10 દિવસમાં પાર્ટીને આપે તેવી સૂચના આપવામાં આવી છે."

આ પણ વાંચો : નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેનાર નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી

પ્રજ્ઞા ઠાકુરે શું કહ્યું હતું?
ભોપાલ લોકસભા બેઠક પરથી બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને 'દેશભક્ત' ગણાવ્યો હતો, આ અંગે વિવાદ થતાં તેણે માફી માંગી લીધી હતી. ગુરુવારે સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. પ્રજ્ઞાએ કહ્યું હતું કે, "નથુરામ ગોડશે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે." પ્રજ્ઞાએ કહ્યું હતું કે, "નથુરામ ગોડસેને આતંકી કહેનારા લોકો જરા પોતાના અંતરાત્માને ફંફોસે. આવા લોકોને આ ચૂંટણીમાં જવાબ આપવાનો છે."

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "ગાંધી પ્રત્યે વિચારસરણી બદલવાની જરૂર છે." જોકે, થોડા સમયમાં તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી તમામ ટ્વિટ્સ હટાવી લેવામાં આવ્યા હતા. બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું ટ્વિટર હેક કરવામાં આવ્યું હતું.

બીજેપી નેતા નલિન કતીલે ગોડસેની તુલના પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ગોડસેએ એકની હત્યા કરી હતી, જ્યારે રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા હતા.'
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...