'કોંગ્રેસ કરતા ભાજપ વધુ કૌભાંડી પાર્ટી,' અરવિંદ કેજરીવાલનો આક્ષેપ

News18 Gujarati
Updated: September 9, 2018, 9:35 AM IST
'કોંગ્રેસ કરતા ભાજપ વધુ કૌભાંડી પાર્ટી,' અરવિંદ કેજરીવાલનો આક્ષેપ
અરવિંદ કેજરીવાલ, ફાઈલ ફોટો

જો અમે દિલ્હીમાં સરકારી શાળાઓમાં પરિવર્તન લાવી શકીએ, મહોલ્લા ક્લિનીક ખોલી શકીએ અને લોકોને સૌથી સસ્તી વિજળી આપી શકીએ તો મોદી આખા દેશમાં આ કામ કેમ કરી શકતા નથી ?

  • Share this:
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી વધારે ભ્રષ્ટાચારી પાર્ટી છે.

ઉત્તરપ્રદેશમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની સાથે સાથે ભાજપનાં નેતા યશવંત સિન્હા અને ભાજપના સાસંદ શત્રુઘ્ન સિન્હાએ પણ હાજરી આપી હતી. ભાજપના આ બંને નેતાઓએ પણ નરેન્દ્ર મોદીની સરકાર પર આક્ષેપો કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે, પાંચ વર્ષ પહેલા લોકોએ જ્યારે કોંગ્રેસને હરાવીને ભાજપને સત્તા પર આવ્યુ હતુ ત્યારે લોકોને આશા હતી કે, દેશ કોઇ નવું પરિવર્તન આવશે પણ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચારીઓ છે”.

કેજરીવાલે અનેક કૌંભાડનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કોંગ્રેસે ટુજી કોંભાડ કર્યુ તો ભાજપે સહારા-બિરલા ડાયરી કૌભાંડ કર્યુ, કોંગ્રેસે કોમનવેલ્થ કૌભાંડ કર્યુ તો ભાજપે લલિત મોદી કૌભાંડ કર્યુ, કોંગ્રેસે બોફોર્સ કૌભાંડ કર્યુ તો ભાજપે રફેલ કૌભાંડ કર્યુ”.  કેજરીવાલે વધુમાં કહ્યુ કે, રફેલ સોદામાં ક્યાંક કોઇએ પૈસા બનાવ્યા છે.

આ પણ વાંચોઃ  દિલ્હીના ખેડૂતોની આવક થશે 4 ગણી, કેજરીવાલ સરકારે બનાવી યોજના

આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં કરેલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રેના કામ વિશે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ભાજપ જ્યારે કેન્દ્રમાં સત્તા પર આવ્યુ ત્યારે જ આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર આવી. પણ આપ પાર્ટીએ દિલ્હીમાં કરેલા કામને મોદીની સરકારે કરેલા કામ સાથે સરખામણી કરો.“જો અમે દિલ્હીમાં સરકારી શાળાઓમાં પરિવર્તન લાવી શકીએ, મહોલ્લા ક્લિનીક ખોલી શકીએ અને લોકોને સૌથી સસ્તી વિજળી આપી શકીએ તો મોદી આખા દેશમાં આ કામ કેમ કરી શકતા નથી ? કેજરીવાલે મોદી સરકાર પર ટોણો મારતા કહ્યું.

આ પણ વાંચોઃ  હું ઇચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને: #Baithakમાં મનીષ સિસોદીયા
First published: September 9, 2018, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading