Home /News /national-international /29 મોબાઇલમાંથી સ્પાયવેર નથી મળ્યો, શું રાહુલ ગાંધી દેશની માફી માગશેઃ ભાજપ

29 મોબાઇલમાંથી સ્પાયવેર નથી મળ્યો, શું રાહુલ ગાંધી દેશની માફી માગશેઃ ભાજપ

રવિ શંકર પ્રસાદ

BJP on Pegasus Spyware: ભાજપે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની બનાવેલી હાઇ પ્રોફાઇલ ટેક્નિકલ સમિતિએ તપાસમાં જમા કરેલા 29 મોબાઇલમાંથી કોઈપણ પ્રકારનો પેગાસસ વાયરસ મળ્યો નથી, તો શું હવે રાહુલ ગાંધી તેના માટે દેશની માફી માંગશે?

    નવી દિલ્હી: પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણીના નિવેદન પછી ભાજપે આજે ફરી એકવાર કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ભાજપના રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ‘સુપ્રીમ કોર્ટની બનાવેલી હાઇપ્રોફાઇનલ ટેક્નિકલ સમિતિ, જેમાં ટેક્નિકલ ક્ષેત્રના પ્રખ્યાત લોકો સામેલ હતા. તેમણે તપાસ માટે જમા કરેલા 29 મોબાઇલમાંથી એકપણ મોબાઇલમાં પેગાસસ વાઇરસ મળ્યો નથી. કોંગ્રેસે આ મામલે ઘણાં આરોપો લગાવ્યા હતા, તો શું હવે રાહુલ ગાંધી તે માટે દેશની માફી માગશે?’

    ન્યૂઝ એજન્સી ANIના એક સમાચાર પ્રમાણે, રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પેગાસાસ લોકતંત્રને કચડવાનો પ્રયાસ છે. આ દેશ અને દેશની સંસ્થાઓ પર હુમલો છે. આ એક રાજનીતિથી પ્રેરિત અભિયાન હતુ અને સત્યથી ઘણું દૂર હતું. આ પીએમ નરેન્દ્ર મોદીને કમજોર બનાવવાવનું અને બદનામ કરવાનું કાવતરું હતું.

    રવિશંક્ર પ્રસાદે કહ્યુ કે, ‘રાહુલ ગાંધી અને તેમની પાર્ટીની સમસ્યા છે કે તેમને અમારા પીએમ અને તેમની સરકાર સાથે દુશ્મની છે. તેઓ પોતાની પાર્ટીને આગળ વધારવા માટે જુઠ્ઠાણાનો સહારો લે છે. કોંગ્રેસ પાર્ટીએ અમને જાસૂસનો ઉપદેશ ના આપવો જોઈએ. જ્યારે સ્વર્ગીય પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા, ત્યારે કોંગ્રેસે તેમના કાર્યલયમાં જાસૂસી કરાવવાનું કામ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ સીલબંધ કવરમાં મૂકેલા રિપોર્ટને રાષ્ટ્રહિતથી જોડાયેલો ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે, તેને સંપૂર્ણરીતે જાહેર કરવામાં નહીં આવે. તેની એક સંક્ષિપ્ત જાણકારી જ સાર્વજનિક કરવામાં આવશે.’



    આ પહેલા ભાજપના અમિત માલવીયે એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘જે 29 મોબાઇલ જમા કરવામાં આવ્યા હતા, તેમાંથી એકમાં પણ પેગાસસ મળ્યો નથી. તેના માટે કોંગ્રેસે દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પાર્લામેન્ટમાં સેશન પણ ચાલવા દીધું નહોતું. હવે શું તે આ માટે માફી માગશે? આ કેમ્પેઇનને સત્ય સાથે કોઈ લેવાદેવા જ નથી.’

    આ પણ વાંચો: શંકાના આધાર પર આરોપીને દોષિત જાહેર કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

    પેગાસસનો કોઈ પુરાવો મળ્યો નથી: સુપ્રીમ કોર્ટ


    સુપ્રીમ કોર્ટે (Supreme Court)ગુરુવારે કહ્યું હતું કે, પેગાસસ જાસૂસી (pegasus spyware)મામલે તપાસ કરનારી એક્સપર્ટ કમિટીએ જણાવ્યુ હતું કે, 29 ફોનમાંથી 5 ફોનમાં મેલવેર મળ્યો છે. પરંતુ તેના પુરાવા મળ્યા નથી કે તે પેગાસસને (pegasus)કારણે જ થયું છે. ચીફ જસ્ટિસ એન.વી. રમણાએ જણાવ્યુ હતુ કે, ‘સમિતિએ નોંધ્યું છે કે પેગાસાસ સ્પાઇવેર મામલે ‘ભારત સરકારે સહયોગ નથી કર્યો’.’ સરકારે વિપક્ષી નેતા, સોશિયલ એક્ટિવિસ્ટ, બિઝનેસમેન, ન્યાયાધીશો અને પત્રકારોની જાસૂસી માટે સૈન્ય ગ્રેડના અંગત ઇઝરાયેલી પેગાસસ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં તે અંગે ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે એક્સપર્ટની એક પેનલને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन