Home /News /national-international /ADR Report: 2021-22માં ભાજપને મળ્યું 351 કરોડનું ડોનેશન, સ્થાનિક પાર્ટીઓ કરતા પણ ઓછા કોંગ્રેસને મળ્યા રૂપિયા

ADR Report: 2021-22માં ભાજપને મળ્યું 351 કરોડનું ડોનેશન, સ્થાનિક પાર્ટીઓ કરતા પણ ઓછા કોંગ્રેસને મળ્યા રૂપિયા

ADR report

ભારતમાં બનેલું ઈલેક્ટોરલ ટ્રસ્ટ કોર્પોરેટ સંસ્થા અને વ્યક્તિઓ પાસેથી રાજકીય પાર્ટીઓને મળતા ભારતમાં બનાવેલ એક બિન લાભકારી સંગઠન છે. તેનો ઉદ્દેશ્ય ચૂંટણી સંબંધી ખર્ચા માટે ઉપયોગમાં આવતા પારદર્શિતામાં સુધારો લાવવાનો છે.

    નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીને 2021-22માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પાર્ટીઓને મળતા કુલ ફંડના 351.50 કરોડ રૂપિયા એટલે કે, 72.17 ટકા ફંડ મળ્યું છે. જ્યારે કોંગ્રેસને તેલંગણા રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને વાઈએસઆર કોંગ્રેસથી પણ ઓછુ ફંડ મળ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ઈલેક્ટોરલ ટ્રસ્ટ કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી રાજકીય પાર્ટીને ફંડ મળે છે.

    આ પણ વાંચો: સલમાન ખુર્શીદનો ‘રામ’વાળા નિવેદનથી યુ-ટર્ન, કહ્યું- રાવણના રસ્તે ચાલી રહી છે ભાજપ

    ભારતમાં બનેલું ઈલેક્ટોરલ ટ્રસ્ટ કોર્પોરેટ સંસ્થા અને વ્યક્તિઓ પાસેથી રાજકીય પાર્ટીઓને મળતા ભારતમાં બનાવેલ એક બિન લાભકારી સંગઠન છે. તેનો ઉદ્દેશ્ય ચૂંટણી સંબંધી ખર્ચા માટે ઉપયોગમાં આવતા પારદર્શિતામાં સુધારો લાવવાનો છે. એડીઆરના આંકડાથી ખબર પડે છે કે, ભાજપને 2021-22માં ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટથી કોંગ્રેસની સરખામણીમાં 19 ગણુ વધારે ડોનેશન મળ્યું છે. ભાજપને કુલ ફંડ અન્ય નવ પાર્ટીથી 2.5 ગણુ વધારે છે. એડીઆરે ઈલેક્ટોરલ ટ્રસ્ટના ફંડના પોતાના વિશ્લેષણમાં કહ્યું છે કે, 2021-22માં તમામ રાજકીય પાર્ટીને મળેલા કુલ ફંડનું 351.50 કરોડ રૂપિયા અથવા 72.17 ટકા ભાજપને મળ્યા છે.

    મોટી પાર્ટીઓમાં કોંગ્રેસને સૌથી ઓછુ ફંડ


    એડીઆરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈલેક્ટોરલ ટ્રસ્ટથી કોંગ્રેસને 18.44 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે ટીઆરએસને 40 કરોડ રૂપિયા, સપાને 27 કરોડ, આપને 21.12 કરોડ રૂપિયા અને વાઈએસઆર કોંગ્રેસને 20 કરોડ રૂપિયા મળ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, અકાલી દળને સાત કરોડ રૂપિયા, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીને એક કરોડ રૂપિયા, ગોવા ફોરવર્ડ પાર્ટી અને દ્રવિડ મુનેત્ર કષગમને 50-50 લાખ રૂપિયા મળ્યા. એડીઆરે કહ્યું કે, ઈલેક્ટોરલ ટ્રસ્ટે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન જે ફંડ પ્રાપ્ત કર્યું, તેનાથી તેને કોર્પોરેટ ગ્રુપ મળ્યા. એડીઆરે કહ્યું કે, ઈલેક્ટોરલ ટ્રસ્ટે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન જે ફંડ પ્રાપ્ત કર્યું છે, તેમાં તે કોર્પોરેટ ગ્રુપ અને વ્યક્તિઓથી કુલ 487.09 કરોડ રૂપિયા મળ્યા છે અને અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં 487.06 કરોડ રૂપિયા વિતરિત કર્યા છે.

    કોણે કેટલું આપ્યું ડોનેશન


    નાણાકીય વર્ષ 2021-22માં ઈલેક્ટોરલ ટ્રસ્ટને 89 કોર્પોરેટ/બિઝનેસ ગ્રુપમાં 475.80 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે, જેમાંથી 62એ પ્રુફેટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને 456.30 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, બે કોર્પોરેટે એબી જનરલ ઈલેક્ટોરલ ટ્રસ્ટને 10.00 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું, ત્રણ કોર્પોરેટે સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટને પાંચ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું અને 15 કોર્પોરેટે ઈંડિપેંડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને 2.20 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. એડીઆરે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021-22માં કુલ 40 વ્યક્તિઓએ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં યોગદાન આપ્યું છે, જેમાં 13એ પ્રુડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 8.53 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. 15 વ્યક્તિઓએ ઈંડિપેંટેડ ઈલેક્ટોરલ ટ્રસ્ટને 2.61 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે અને 12 લોકોએ સ્મોલ ડોનેશન ઈલેક્ટોરલ ટ્રસ્ટને કુલ 14.34 લાખ રૂપિયા આપ્યા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: ADR

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन