એક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય

Mujahid Tunvar
Updated: March 24, 2018, 11:41 PM IST
એક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય

  • Share this:
કેન્દ્રમાં સત્તામાં રહેલ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ રહેલ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને ગોરખા જનમુક્તિ મોર્ચા (જીજેએમ)એ આજે (24 માર્ચ) તલાક આપી દીધી છે. આ મહિનામાં એનડીએને છોડનાર આ બીજી પાર્ટી છે. આના પહેલા તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએ છેડો ફાડી નાંખ્યો હતો અને બીજેપી વચન આપીને ફરી ગઈ હોવાના આરોપ લગાવ્યા હતા. જીજીએમના નેતા એલ એમ લામાએ શનિવારે એનડીએ છોડવાની જાહેરાત કરતાં કહ્યું કે, તેમની પાર્ટીએ બીજેપી અને એનડીએ સાથે કોઈ જ સંબંધ નથી. તેમને ગોરખા લોકોને દગો આપવાનો આરોપ બીજેપી પર લગાવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જીજેએમે પશ્ચિમ બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષના નિવેદનથી નારાજ થઈને એનડીએ છોડવાનો નિર્ણય લીધો છે.

લામાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યાં કરતાં હતા કે, ગોરખા લોકોનો જે સ્વપ્ન છે તે અમારૂ સ્વપ્ન છે પરંતુ દિલીપ ઘોષના નિવેદને પીએમના તે નિવેદન અને બીજેપીની નિયત પરથી પડદો ઉઠાવી દીધો છે. જણાવી દઈએ કે, દિલીપ ઘોષે હાલમાં જ કહ્યું છે કે, ગોરખા જનમુક્તિ મોર્ચા સાથે તેમનો માત્ર ચૂંટણીલક્ષી ગઠબંધન છે. તે ઉપરાંત આ પાર્ટી સાથે એકપણ રાજકિય મુદ્દાને લઈને કોઈ જ કરાર થયા નથી. લામા અનુસાર દિલીપ ઘોષના આ નિવેદનથી ગોરખા સમુદાય પોતાના સાથે દગો થયો હોવાનું અનુભવી રહી છે. તેમને કહ્યું કે, બીજેપીના લોકો ગોરખા લોકોની સમસ્યા પ્રત્યે સજાગ અને સંવેદનશીલ નથી.

લાનાએ કહ્યું કે, અમે ગઠબંધન ધર્મ નિભાવીને પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ સંસદીય સીટ બે વખત બીજેપીને આપી દીધી. વર્ષ 2009માં અહીથી બીજેપીના જસવંત સિંહ અને વર્ષ 2014માં એસ એસ અહાલૂવાલિયાને જીત અપાવી. લામાએ કહ્યું કે, દાર્જિલિંગ સીટ પર બીજેપી ઉમેદવારને જીતાડવાથી આશા હતી કે ગોરખાની સમસ્યાઓને હલ કરવામાં બીજેપી મદદ કરશે પરંતુ બીજેપીએ એવું કર્યું નથી અને વાંર-વાર દગો આપ્યો. જણાવી દઈએ કે, ગોરખા સમુદાય લાંબા સમયથી દાર્જિલિંગ સહિત પશ્ચિમ બંગાળના ઉત્તરી વિસ્તારમાં સ્થિત પહાડી વિસ્તારને અલગ ગોરખાલેન્ડ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યાં છે. પાછલા વર્ષે પણ જીજેએમે લાંબા સમય સુધી આંદોલન કર્યું હતું.
First published: March 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading