Home /News /national-international /

BJP Foundation Day: PM મોદીનું ભાષણ, રક્તદાન શિબિર, સાંસદો- MLA માટે નડ્ડાનો નવો પ્લાન

BJP Foundation Day: PM મોદીનું ભાષણ, રક્તદાન શિબિર, સાંસદો- MLA માટે નડ્ડાનો નવો પ્લાન

ભાજપનાં સ્થાપના દિવસ પર મોદી કરશે સંબોધન

ભાજપ સ્થાપના દિવસ (BJP Foundation Day)નાં અવસરે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનાં નેતાઓને 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી તેમનાં ક્ષેત્રોમાં વિભિન્ન સામાજીક ગતિવિધિઓનું આયોજન કરવાનાં નિર્દેશ મળ્યાં છે. જેમાં રક્તદાન, ટીકાકરણ, મહિલાઓનાં સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી જાગૃતતા માટે શિબિરની સાથે સાથે તલાવનાં સફાઇ માટે શ્રમદાન શામેલ કર્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલનાં ભાજપનાં સ્થાપના દિવસ પર પાર્ટીનાં કાર્યકર્તાઓને સંબોધિત કરવાનાં છે. આ આયોજન તે પાંચ રાજ્યોમાંથી ચારમાં ભારતીય જનતા પાર્ટીને શાનદાર જીત બાદ થઇ રહ્યું છે. જ્યાં ફેબ્રુઆરી અને માર્ચમાં વિધાનસભા ચૂંટણી હતી. આ વાતની સંપૂર્ણ સંભાવના છે કે પીએમ મોદી આ મસયે ભાજપની શાનદાર જીત માટે તમામ પાર્ટી કાર્યકર્તાઓનો આભાર માની શકે છે. આ સાથે જ પાર્ટીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં મંત્રીઓ, સાંસદો, MLA સાથે સાથે મોર્ચા અને વિભિન્ન સેલનાં પદાધિકારીઓએ એક જગ્યાએ ભેગા થવા અને PM મોદીનાં ભાષની વિશાળ ટીવી સ્ક્રિન પર જોવાનું બંદોબસ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

    આ પણ વાંચો- GPS Based Toll collection: નીતિન ગડકરીની મોટી જાહેરાત : રોડ પર નહીં હોય ટોલ પ્લાઝા, GPS થી કપાઇ જશે ટેક્સ

    નડ્ડાએ PM મોદીનાં ભાષણ પહેલાં જ ઘણી ગતિવિધિઓ પર નિર્દેશ જાહેર કર્યો છે. નડ્ડાનાં નિર્દેશ કહેવામાં આવ્યું છે કે, ભાજપનાં કાર્યકર્તાઓ અને નેતા રાષ્ટ્રીય દ્વજ ફરકાવે. દેશભક્તિનાં ગીતો ગાએ. આયોજન સ્થળને સજાવે, પાર્ટી કેપ પહેરે અને 20 કે 30 મિનિટની શોભા યાત્રા કાઢે. તે પછી સભામાં પીએમ મોદીના ભાષણ પહેલા વંદે માતરમ ગાવું જોઈએ. બીજેપી અધ્યક્ષ નડ્ડાએ નેતાઓને 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી પોતપોતાના વિસ્તારોમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. જેમાં રક્તદાન, રસીકરણ, મહિલા આરોગ્ય અને પોષણ જાગૃતિ તેમજ તળાવોની સફાઈ માટે શિબિરોનું આયોજન કરવાનો સમાવેશ થાય છે.

    14 એપ્રિલના રોજ, ભાજપ ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના નેતા ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરશે. આ દરમિયાન દરેક બૂથ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. નડ્ડાએ નેતાઓને દરેક જાહેર મંચ પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા કહ્યું છે. જેપી નડ્ડાએ કહ્યું, 'દરેક બસ્તીમાં જાઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સેવા કરો અને તેમનું સન્માન કરો. પીએમ મોદીએ બાબા આંબેડકર સાથે સંબંધિત પાંચ સ્થળોના નવીનીકરણમાં વ્યાપક યોગદાન આપ્યું છે. તેમના સાહિત્યનો પ્રચાર કરો અને પ્રવાસોનું આયોજન કરો.'' આ સાથે પાર્ટીના નેતાઓને ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પ્રચાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: BJP Foundation Day, JP Nadda, ધારાસભ્ય, પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ

    આગામી સમાચાર