Home /News /national-international /

BJP Foundation Day : કૉંગ્રેસથી લઇને વિવિધ યોજનાઓ સુધી, જાણો PM મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો

BJP Foundation Day : કૉંગ્રેસથી લઇને વિવિધ યોજનાઓ સુધી, જાણો PM મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો

પીએમ મોદી

પરિવારવાદી પાર્ટીની વાત કરતા કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. PM મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે સમજવા લાગ્યા છે કે કેવી રીતે પરિવારના સભ્યો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બુધવારે પાર્ટીના 42માં સ્થાપના (BJP Foundation Day) દિવસના અવસર પર ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કર્યા. ભાજપ તેના સ્થાપના દિવસથી 14 દિવસ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. પાર્ટીએ આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે માહિતી આપી છે કે ભાજપ 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે.પોતાની પાર્ટીના લોકોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી.

    કૉંગ્રેસ પર નિશાન સાધ્યું


    તેમણે પરિવારવાદી પાર્ટીની વાત કરતા કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. PM મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે સમજવા લાગ્યા છે કે કેવી રીતે પરિવારના સભ્યો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે. લોકશાહી સાથે રમત રમી રહેલા આ પક્ષો બંધારણ અને બંધારણીય વ્યવસ્થાને પણ સમજતા નથી. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, આપણા દેશમાં દાયકાઓથી કેટલાક રાજકીય પક્ષોએ માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે. ભેદભાવ-ભ્રષ્ટાચાર આ બધું વોટબેંકના રાજકારણની આડ અસર હતી, પરંતુ આજે ભાજપે માત્ર આ વોટબેંકની રાજનીતિને ટક્કર આપી નથી, પરંતુ તેના ગેરફાયદા સમજાવવામાં પણ સફળતા મેળવી છે.

    આ પણ વાંચો - Russia-Ukraine war: ભારતે UNSCમાં બુચા હત્યાકાંડની કરી નિંદા, સ્વતંત્ર તપાસની માંગ

    વિવિધ યોજનાઓની કરી વાત


    પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, 'ગરીબો માટે પાકા મકાનથી લઈને શૌચાલય બનાવવા સુધી, આયુષ્માન યોજનાથી લઈને ઉજ્જવલા સુધી, દરેક ઘરમાં પાણીથી લઈને દરેક ગરીબને બેંક ખાતા સુધી, આવા કેટલાય કામો થયા છે, જેની ચર્ચામાં કલાકો નીકળી શકે છે.'

    આ પણ વાંચો - ચીનમાં એક જ દિવસમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ કેસ, પોઝિટિવ બાળકોને માતા-પિતાથી અલગ કરાયા

    કાર્યકર્તાઓની જવાબદારી વધી રહી છે : PM Modi


    પ્રધાનમંત્રીએ આ સંબોધન વર્ચ્યુઅલી કર્યુ હતુ. PM મોદીએ કહ્યું, ‘ભાજપની અને ભાજપના દરેક કાર્યકર્તાની જવાબદારી સતત વધી રહી છે. તેથી જ ભાજપનો દરેક કાર્યકર દેશના દેશના સંકલ્પોનો પ્રતિનિધિ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: BJP Foundation Day, પીએમ મોદી

    આગામી સમાચાર