Home /News /national-international /

BJP Foundation Day: આજે ભાજપનો સ્થાપના દિવસ, PM મોદીનું કાર્યકર્તાઓને સંબોધન

BJP Foundation Day: આજે ભાજપનો સ્થાપના દિવસ, PM મોદીનું કાર્યકર્તાઓને સંબોધન

10 વાગ્યે ભાજપના કાર્યકરોને પીએમ મોદી સંબોધિત કરશે

ભાજપ તેના સ્થાપના દિવસથી 14 દિવસ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. પાર્ટીએ આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે માહિતી આપી છે કે ભાજપ 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે.

વધુ જુઓ ...
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બુધવારે પાર્ટીના 42માં સ્થાપના (BJP Foundation Day) દિવસના અવસર પર ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. તેમનું સંબોધન સવારે 10 વાગ્યે હશે. ભાજપ તેના સ્થાપના દિવસથી 14 દિવસ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. પાર્ટીએ આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે માહિતી આપી છે કે ભાજપ 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે.

    વિવિધ કાર્યક્રમોનું આયોજન


    આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે. 14 એપ્રિલે બીઆર આંબેડકર જયંતિની ઉજવણીના અભિયાન દરમિયાન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના એક દિવસ પહેલા, પાર્ટીના સાંસદોને વિનંતી કરી કે તેઓ સેવા અને સમર્પણ સાથે જનતાની વચ્ચે કામ કરે અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ અને મહત્વાકાંક્ષી યોજનાઓનો પ્રચાર કરે. ભાજપ 6 એપ્રિલ, 1980ના રોજ અસ્તિત્વમાં આવ્યું.

    આ પણ વાંચોભારતે UNSCમાં બુચા હત્યાકાંડની કરી નિંદા, સ્વતંત્ર તપાસની માંગ

    અમિત શાહે સૌને શુભેચ્છાઓ પાઠવી


    ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સ્થાપના દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું, 'ભાજપના 42માં સ્થાપના દિવસ પર પોતાની જાતને બાળીને ભાજપને વટવૃક્ષ બનાવનાર તમામ મહાપુરુષોને વંદન. નરેન્દ્ર મોદી જી અને જેપી નડ્ડા જીના નેતૃત્વમાં ભાજપ સતત સેવા સાથે રાષ્ટ્રના કલ્યાણ તરફ આગળ વધી રહ્યું છે. હું તમામ કાર્યકરોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું. ભાજપની આ 42 વર્ષની યાત્રા રાષ્ટ્રીય સેવા, રાષ્ટ્રીય ઉત્થાન અને રાષ્ટ્રીય પુનઃનિર્માણની રહી છે. 2014 થી, નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં, ભાજપ 7 દાયકાથી વંચિત દેશના કરોડો ગરીબો, ખેડૂતો, દલિત અને મહિલાઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું માધ્યમ બની ગયું છે.

    આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટે આર્ય સમાજમાં લગ્ન પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે પહેલાની જેમ સરળતાથી લગ્ન કરી શકાશે

    આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત બીજેપી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાને આ વાત કહી. સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાને સાંસદોને સ્થાપના દિવસ અને સામાજિક ન્યાય પખવાડિયાના ભાગરૂપે તેમના સંબંધિત મતવિસ્તારમાં દરરોજ એક મોટો કાર્યક્રમ આયોજિત કરવા અને સમાજના છેલ્લા તબક્કા સુધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

    પાર્ટીના સાંસદો અને અન્ય સભ્યો 7 એપ્રિલે આયુષ્માન ભારત અને જન ઔષધિ કેન્દ્રોની અસરોની રૂપરેખા આપશે. 8 અને 9 એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમોના કેન્દ્રમાં ગરીબો માટેની આવાસ યોજના અને હર ઘર નલ સે જલ યોજના હશે. પાર્ટી 9 એપ્રિલે જ્યોતિબા ફૂલે અને 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની મોટા પાયે ઉજવણી કરવાની પણ તૈયારી કરી રહી છે. બીજેપી સાંસદો 12 એપ્રિલે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના મહત્વને રેખાંકિત કરશે. વડાપ્રધાને સાંસદોને તે દિવસે શાળાઓની મુલાકાત લેવા અને વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: BJP Foundation Day, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર