Delhi Assembly Election: અમિત શાહના ઘરે રાતના 3 વાગ્યા સુધી ચાલી બેઠક, 45 સીટો પર BJPએ નક્કી કર્યા ઉમેદવાર!

મળતી જાણકારી મુજબ, આ દરમિયાન ચૂંટણીને લઈ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. (ફાઇલ તસવીર)

7 કલાક સુધી ચાલેલી મેરાથોન બેઠકમાં 70 સીટોમાંથી 45 સીટો પર અનેક ઉમેદવારોના નામ પણ ફાઇનલ થયા

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Election 2020)ને લઈને રાજકીય પાર્ટીઓએ હવે પોતાની કમર કસી લીધી છે. તેને લઈને જ હવે ઉમેદવારોના નામો પર ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે, તેને ધ્યાને લઈ બીજેપીએ પણ પોતાના ઉમેદવારોના નામ પર અંદરખાને મોહર મારવાનું શરૂ કરી દીધું છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ રવિવારે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના ઘરે પાર્ટીની કૉર કમિટીની મેરથોન બેઠક યોજાઈ હતી. રાત્રે 3 વાગ્યા સુધી ચાલેલી આ બેઠકમાં કઈ સીટ પર કોને ઊભા રાખવાના છે, તે મુખ્ય મુદ્દો રહ્યો. સાથોસાથ કોની સાથે ગઠબંધન કરવાનું છે તે પણ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો.

    7 કલાક બેઠક ચાલી

    બીજેપી અધ્યક્ષ અમિત શાહના ઘરે બેઠક રવિવાર સાંજે લગભગ 8 વાગ્યે શરૂ થઈ જે રાત્રે 3 વાગ્યા સુધી ચાલી. મળતી માહિતી મુજબ આ દરમિયાન 70 સીટોમાંથી 45 સીટો પર અનેક ઉમેદવારોના નામ પણ ફાઇનલ થઈ ગયા. અન્ય સીટો માટે હવે આવનારા દિવસોમાં આવી જ બેઠકોનો દોર ચાલશે.

    ગઠબંધન અંગે પણ ચર્ચા થઈ પરંતુ...

    આ બેઠક દરમિયાન ઉમેદવારોના નામ ફાઇલન કરવાની સાથોસાથ બીજો મહત્વપૂર્ણ મુદ્દો હતો ગઠબંધન. આ દરમિયાન ચૂંટણીને ધ્યાને લઈ દુષ્યંત ચૌટાલા અને અકાલીની સાથે ગઠબંધનને લઈને પણ મંત્રણા થઈ. મળતી માહિતી મુજબ, તેને લઈને હજુ એકમત નથી શકી શકી પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તે મુદ્દે લગભગ નિર્ણય લઈ લીધો છે અને તેની ટૂંક સયમાં જાહેરાત પણ કરવામાં આવશે.

    1400 ઉમેદવારોને કરવામાં આવ્યા શૉર્ટલિસ્ટ

    બીજી તરફ, સૂત્રો મુજબ, બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ 70 સીટો માટે 1400 ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કર્યા છે. બીજેપીની ચૂંટણી સિમિતમાં સામેલ બીજેપીના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ચૂંટણીને જોતાં આયોજિત એક બેઠકમાં ટિકિટ ઈચ્છુક લોકોના નામ પર ચર્ચા કરવામાં આવી.

    હાઇકમાન્ડને યાદી મોકલવામાં આવશે

    સૂત્રો અનુસાર પ્રત્યેક બેઠક પર સરેરાશ 15-20 નામ સામે આવ્યા છે. જે 1400 નામ સામે આવ્યા છે તેમની પર સ્ક્રીનિંગ પેનલ વિચાર કરશે અને પછી એક યાદીને અંતિમ સ્વીકૃતિ માટે પાર્ટી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

    આ પણ વાંચો, AAPના કૅમ્પેન સૉંગમાં મનોજ તિવારીનો વીડિયો! BJPએ 500 કરોડનું વળતર માંગ્યું
    Published by:Mrunal Bhojak
    First published: