પશ્ચિમ બંગાળઃ BJP નેતાની ગોળી મારી હત્યા, રાજ્યપાલે CMથી લઈને DGPને મોકલ્યા સમન્સ

પશ્ચિમ બંગાળઃ BJP નેતાની ગોળી મારી હત્યા, રાજ્યપાલે CMથી લઈને DGPને મોકલ્યા સમન્સ
બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Photo: PTI)

પોલીસ સ્ટેશનની સામે જ આવેલા બીજેપી કાર્યલયમાં મનીષ શુક્લાની ગોળી મારીને હત્યા, બંગાળમાં તણાવની સ્થિતિ

 • Share this:
  કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે બીજેપી નેતા મનીષ શુક્લાની ગોળી મારીને હત્યા (BJP Leader shot Dead) કરી દેવામાં આવી. આ મામલાની રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar)એ ગંભીર નોંધ લીધી છે. રાજ્યપાલે રાજ્યમાં ખરાબ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee), એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ), ડીજીપીને સમન્સ મોકલ્યા છે. બીજી તરફ બીજેપીએ આ મામલાને લઈ રાજ્યના બૈરકપુરમાં 12 કલાક બંધનું એલાન આપ્યું છે.

  મળતી જાણકારી મુજબ, મનીષ શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે થઈ છે. મળતી માહિતી મુજબ મનીષ શુક્લા રવિવાર રાત્રે લગભગ 8:30 વાગ્યે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે આવેલા પાર્ટી કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા બાઇક સવાર હુમલાખોરોએ તેમની પર તાબડતોડ ફાયરિંગ કર્યું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મનીષને પહેલા બૈરકપુરની બીએન હૉસ્પિટલને લઈ જવામાં આવ્યા. હાલત ગંભીર લાગતાં તેમને અપોલો હૉસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.  બીજેપી નેતાની હત્યા બાદ અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ઘટનાની ગંભીરતાને જોતાં અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, કોરોનાથી સાજા થનારા દર્દીઓના શરીરમાં 90 દિવસ સુધી રહે છે વાયરસ!

  આ મામલાને ગંભીર માનતાં રાજ્યપાલ જયદીપ ધનખડે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે વાત કરવા માટે રાજ્યના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે.

  આ પણ વાંચો, IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે નોંધાવી સૌથી મોટી જીત, તોડી નાખ્યા આ રેકોર્ડ

  કૈલાશ વિજયવર્ગીયે સીબીઆઈ તપાસની કરી માંગ

  બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. વિજયવર્ગીયે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને આશ્રય ન આપી શકાય, જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેઓએ રાજ્યની તૃણમૂલ કૉંગ્રેસ સરકાર પર વોટ બેન્ક માટે તુષ્ટિકરણની નીતિનું અનુકરણ કરવાનો આરોપ લગાવ્યો.
  Published by:Mrunal Bhojak
  First published:October 05, 2020, 08:41 am

  ટૉપ ન્યૂઝ