કર્ણાટકની ચૂંટણીના આડે થોડાક મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની રણનીતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે ચર્ચા કરવા માટે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે ગત અઠવાડિયે બેંગલુરૂની મુલાકાત લીધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રવાસ દરમિયાન તેમનું ધ્યેય એકદમ નક્કી જ હતું. આ પ્રવાસ દરમિયાન રામ માધવે એક પણ બીજેપી નેતા સાથે મુલાકાત કરી ન્હોતી. પરંતુ તેઓ આરએસએસના લોકોને મળ્યા અને પક્ષના ચૂંટણી પ્રચાર માટે ફિડબેક અને સૂચનો લીધા હતા.
‘મોદી લહેર’થી જ સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધીને રોકવાની તૈયારી રાજ્યના એક બીજેપી નેતા પ્રમાણે રામ માધવ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં બીજેપીને મળેલા શાનદાર પ્રતિભાવને કર્ણાટકમાં પુનરાવર્તન કરવા માંગે છે. એટલા માટે તેઓ આગામી દિવસોમાં પક્ષના સૌથી લોકપ્રિય ચહેરા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રચાર કરાવવાની યોજના બનાવી રહ્યા છે. મતલબ સાફ છે કે કર્ણાટકના રણમાં બીજેપીએ ભલે બીએસ યેદિયુરપ્પાને સીએમ ઉમેદવાર બનાવ્યા હોય પરંતુ ‘મોદી લહેર’થી જ સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધીને રોકવાની તૈયારી છે.
રાહુલની સભામાં જામતી જનતાની ભીડથી બીજેપી ચિંતામાં બીજેપી નેતા પ્રમાણે બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વ રાજ્ય બીએસ યુદિયુરપ્પાના નેતૃત્વમાં બીજેપી યુનિટના ચૂંટણી પ્રચારથી પ્રભાવિત નથી. પાર્ટી કર્ણાટકમાં મોદી લહેર લાવવા ઇચ્છે છે. જેના પગલે કોંગ્રેસને હાર ચખાડી શકાય. છેલ્લા ચાર મહિનાથી કોંગ્રેસ રાજ્યમાં ખુબજ પ્રભાવશાળી પ્રચાર કરી રહી છે. કોંગ્રેસની રેલીઓને જનતાને સારો આવકાર મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધી પાંચ વખત કર્ણાટકનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 30માંથી 28 રાજ્યોને આવરી લીધા છે. રાહુલની રેલીઓમાં જોવા મળીતી લોકોની ભારે ભીડના કારણે બીજેપી ચિંતામાં છે. બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા રાજ્યમાં વિકારના મુદ્દાને લઇને દરરોજ પીએમ મોદી અને અમિત શાહ સામે નિશાન તાકી રહ્યા છે.
રાજ્ય બીજેપી દ્વારા પીએમ મોદીને 15 જાહેરસભા સંબોધવા કરી વિનંતી કર્ણાટકમાં વડાપ્રધાન મોદીએ છેલ્લા ચાર મહિનામાં કુલ ચાર જનસભાઓ જ્યારે અમિત શાહે 10-12 જિલ્લાઓની મુલાકાત લીધી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી આગામી એક મહિના દરમિયાન રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ઓછામાં ઓછી 8થી 10 જનસભાઓને સંબોધશે. રાજ્યની બીજેપી એકમે પીએમ મોદીને ઓછામાં ઓછી 15 જાહેરસભો સંબોધવા માટે વિનંતી કરી હતી. જોકે પાર્ટી પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિને જોતા મોદી કર્ણાટકની ચૂંટણી પ્રચાર માટે વધારે સમય પણ આપી શકે છે. તેમણે વધારે ઉમેર્યું હતું કે, પીએમ મોદી અમારું સૌથી મોટું હથિયાર છે. અમે ચૂંટણી નજીક આવવાની સાથે સાથે રાજ્યમાં મોદી લહેર ઊભી કરવા ઇચ્છીએ છીએ. ગુજરાતમાં તેમણે એકલાએ પોતાના દમ ઉપર પાર્ટીને એક નિશ્વિત હારથી બચાવ્યા હતા. જોકે, પરિસ્થિતિ તો અંહી પણ સારી નથી પરંતુ આસા છે કે વડાપ્રધાન મોદી અહીં પણ પોતાનો જાદુ ચલાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર