ઈન્દોર: બીજેપીએ કોંગ્રેસના નેતા અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુને ઈન્દોરના મેયરની વિરુદ્ધ વિવાદસ્પદ નિવેદન પર માફી માગવા કહ્યું છે. સિદ્ધુના વિવાદાસ્પદ નિવેદનની વિરુદ્ધ બીજેપીની મહિલા કાર્યકર્તાઓએ ઈન્દોરમાં ઐતિહાસિક રાજબાડા મહેલની સામે મૌન ધરણાં પણ કર્યા.
બીજેપીની રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ અભદ્ર નિવેદનને લઈને પૂર્વ ક્રિકેટરનો વિરોધ દર્શાવતા તેમને 'મૂર્ખ' કહ્યા છે. લેખીએ કહ્યું કે, હું સિદ્ધુને મૂર્ખ એટલા માટે કહી રહી છું, કારણ કે તેમની હરકતો સમજદાર વ્યક્તિઓ જેવી નથી. 'ઠોકો તાલી' કહેવું કોઈ લાફ્ટર ચેલેન્જની ભાષા તો હોઈ શકે છે, પરંતુ રાજકીય મંચની ગરિમા હોય છે.
થોડા દિવસો પહેલા સિદ્ધુએ મેયર પર આરોપ લગાવ્યો હતો કે ઈન્દોરમાં વિકાસ કાર્યો માટે લોકોના ઘરોને બળપૂર્વક તોડવામાં આવ્યા. તેઓએ કહ્યું હતું કે, તાલી ઠોકો અને તેની સાથે મેયર (ગૌડ)ને પણ ***........ મેયર સાહિબા, લોકતંત્ર અહંકાર નથી સહન કરતો. તમે વર્ષોથી વસવાટ કરી રહેલા લોકોને ઉજાડી દીધા અને તેમને તેમના (તોડવામાં આવેલા) ઘરોનું વળતર પણ નથી આપ્યું. તમે તેમની રોજી-રોટી છીનવી લીધી.
ઉલ્લેખનીય છે કે, માલિની લક્ષ્મણસિંહ ગૌડ ઈન્દોરના મેયર છે અને સાથોસાથ તેઓ ધારાસભ્ય પણ છે. તેઓ પોતાના પરિવારની આ પરંપરાગત સીટ ઉપરથી ફરી એકવાર બીજેપી તરફથી ચૂંટણી મેદાનમાં છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર