Home /News /national-international /

બંગાળમાં કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ BJPએ રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ

બંગાળમાં કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ BJPએ રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી (ફાઇલ તસવીર)

બંગાળમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર પથ્થરમારાની ઘટનાથી નારાજ બીજેપી મમતા સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

  કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ બીજેપી (BJP)એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન (President Rule) લાગુ કરવાની માંગ કરી છે. બીજેપીનો આરોપ છે કે મમતા બેનર્જી સરકાર (Mamata Banerjee Government)માં રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કાબૂ બહાર થઈ ગયા છે. નોંધનીય છે કે બિહારમાં જીત મેળવ્યા બાદ બીજેપીએ પોતાની તમામ તાકાત હવે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે લગાવી દીધી છે. ગુરૂવારે બંગાળમાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ (BJP president Dilip Ghosh)ના કાફલા પર પથ્થરમારાની ઘટનાથી નારાજ બીજેપી હવે મમતા સરકાર પર આરોપ લગાવી રહી છે.

  પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટો છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીની સ્થિતિ ગત ચૂંટણીમાં ઘણી ખરાબ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો મમતા બેનર્જીની ટીએમસી (TMC)ને સૌથી વધુ 211 સીટ, કૉંગ્રસને 44, લેફ્ટને 26 અને બીજેપીને માત્ર 3 સીટો મળી હતી. બંગાળમાં સત્તા મેળવવા માટે 148 સીટો જીતવી જરૂરી છે.

  આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જૈસલમેરના જવાનો સાથે ઉજવી શકે છે દિવાળી

  નોંધનીય છે કે, ગુરૂવારે પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો હતો. દિલીપ ઘોષ પર આ હુમલો ત્યારે થયો હતો જ્યારે તેઓ અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલા પર કેટલાક ઉપદ્રવીઓએ પથ્થર ફેંક્યા. પથ્થરબાજીમાં દિલીપ ઘોષની ગાડીને ઘણું નુકસાન થયું હતું.

  આ પણ વાંચો, ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને ગણાવ્યા નર્વસ, કહ્યું- તેઓ એવા સ્ટુડન્ટ જેમનામાં ઝનૂનનો અભાવ

  ગોરખા જનમુક્તિ મોરચાએ હુમલો કર્યો હોવાની આશંકા

  બીજેપીએ આ હુમલા માટે ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમએમ)ના વિમલ ગુરુંગ જૂથ પર આશંકા વ્યક્ત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રસ્તેથી દિલીપ પરત ફરી રહ્યા હતા ત્યાં જીજેએમએમ (વિમલ ગુરુંગ જૂથ)ના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા. જીજેએમએમ કાર્યકર્તાઓએ બીજેપી પ્રદેશ અધ્યક્ષને કાળા ઝંડપ પણ દર્શાવ્યા. જીજેએમએમના પ્રદર્શનની કોઈ અસર ન થતાં કાર્યકર્તા ગુસ્સે ભરાઈ ગયા અને ઘોષના કાફલા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Mamta Banarjee, President rule, TMC, West bengal, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन