થરૂરના 'હિન્દુ પાકિસ્તાન'ના નિવેદન પર ભાજપે કહ્યું, રાહુલ માફી માગે

News18 Gujarati
Updated: July 13, 2018, 8:06 AM IST
થરૂરના 'હિન્દુ પાકિસ્તાન'ના નિવેદન પર ભાજપે કહ્યું, રાહુલ માફી માગે
News18 Gujarati
Updated: July 13, 2018, 8:06 AM IST
હાલ દેશમાં કોંગ્રેસ નેતા શશી થરૂરના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે, થોડા સમય પહેલા થરૂરે કહ્યું કે, જો ભાજપ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જીતશે તો તેઓ એક નવું બંધારણ તૈયાર કરશે જેનાથી ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે. થરૂર માને છે કે પાકિસ્તાનની જેમ જ ભારતમાં પણ અલ્પસંખ્યકોના અધિકારો ખતમ થઈ જશે. તો વિવાદ બાદ થરૂરે સ્પષ્ટ કહ્યું કે તેઓ પોતાના નિવેદનથી પીછે નહીં હટે અને વાંરવાર આ વાત કર્યાં કરશે. તો બીજી તરફ ભાજપે આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને આ મુદ્દે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ તેમ કહ્યું છે.

કોંગ્રેસી નેતા થરૂરે ગુરૂવારે ટ્વિટર અને ફેસબુક પર પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે. થરૂરે ટ્વિટર પર કહ્યું કે, "અનેક જગ્યાએ તેને ભાજપની જીતથી ભારતના 'હિંદુ પાકિસ્તાન' બનવાના નિવેદને ફેરવી તોળીને રજૂ કરાયું છે. તેથી તેઓ પોતાના નિવેદનને ફરીથી સ્પષ્ટ કરે છે." આ ટ્વિટ સાથે તોએ ફેસબુક પોસ્ટની લિંક પણ આપી છે.

ફેસબુક પર શશી થરૂરે લખ્યું કે, "મેં પહેલાં પણ કહ્યું છે અને ફરી કહીશ. પાકિસ્તાનનું નિર્માણ બહુસંખ્યકોના ધર્મના આધારે થયો હતો. આનાથી ધાર્મિક અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થાય છે અને તેને સમાન અધિકાર નથી મળતા. ભારતે આ તર્ક ક્યારેય સ્વીકાર્યો નથી જેનાથી દેશનું વિભાજન પણ થયું. પરંતુ ભાજપ-RSS હિંદુ રાષ્ટ્રનો વિચાર દેશને પાકિસ્તાન જેવો બનાવવાનો છે. એવો દેશ જ્યાં અલ્પસંખ્યકોના ધર્મને બહુસંખ્યકોના ધર્મના અધીન સમજવામાં આવે છે. આવું કરવાથી દેશ 'હિંદુ પાકિસ્તાન' બની જશે."

કોંગ્રેસે કર્યો થરુરનો બચાવ

શશિ થરૂરના નિવેદનને કોંગ્રેસે ધારણા મુજબ તેમનું અંગત નિવદેન ગણાવ્યું છે. એટલે કે પરંપરા મુજબ કોંગ્રેસે થરૂરના નિવેદનથી પણ પાર્ટીને કોઈ લેવાદેવા નથી તેમ જણાવી રહ્યાં છે. કોંગ્રેસમાં એવી પરંપરા રહી છે કે જે નિવેદનના કારણે વિવાદ થવાથી પાર્ટીને બેકફુટ પર જવું પડે તેવા નિવેદનથી તેઓ સાઈડ લાઈન થઈ જાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.એલ.પુનિયાએ કહ્યું કે, "એ તો થરૂરજી જ જણાવશે કે તેઓ કેમ આવું કહ્યું, પરંતુ તે વાત સ્પષ્ટ છે કે ભાજપ-RSS હંમેશાથી બંધારણમાં પરિવર્તન થવું જોઈએ તે વાત પર ભાર આપે છે. આજનું બંધારણ તેઓને મંજૂર નથી." તો કોંગ્રેસના અન્ય એક નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, "આ કોઈ શરમજનક વલણ નથી. આ તેમનો પોતાની પ્રતિક્રિયા છે. રાજકીય પક્ષ સ્પષ્ટ છે કે તેઓ આ મુદ્દે શું વિચારે છે."

ભાજપે આપ્યો રાજકીય રંગ

ભાજપ હવે પ્રજા વચ્ચે હિંદુ પાકિસ્તાન મુદ્દાને જોરદાર હવા આપી શકે છે. ભાજપના નેતાઓએ શશિ થરૂરના નિવેદનને શરમજનક ગણાવ્યું છે અને કહ્યું કે કોંગ્રેસ વારંવાર હિંદુસ્તાનને નીચા દેખાડવાના પ્રયાસો કરે છે અને હંમેશાથી જ હિંદુઓનું અપમાન કરે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે થરૂરના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગવી જોઈએ. થરૂરનું આ નિવેદન ભાજપ માટે તે રીતે ફાયદામંદ થઈ શકે છે જેવી રીતે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં તત્કાલીન PM મનમોહન સિંહે નિવેદન આપ્યું હતું. મનમોહન સિંહે બે વાત કરી હતી જેમાં તેઓએ અલ્પસંખ્યકોને ઉદ્દેશીને કહ્યું હતું કે મોદીને PM બનાવવાથી દેશમાં લોહીની નદી વહેશે. સાથે જ તેઓએ કહ્યું હતું કે સંસાધનો પર સૌથી પહેલો અધિકાર અલ્પસંખ્યકોનો છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...