દિલ્હી BJPની વેબસાઇટ પર સાયબર એટેક, બીફની તસવીર મૂકી લખ્યુ 'બીફ પાર્ટી'

News18 Gujarati
Updated: May 30, 2019, 7:57 PM IST
દિલ્હી BJPની વેબસાઇટ પર સાયબર એટેક, બીફની તસવીર મૂકી લખ્યુ 'બીફ પાર્ટી'
દિલ્હી ભાજપની વેબસાઇટ પર સાયબર એટેક થયો હતો.

હેકર્સે ભાજપના ટાઇટલની જગ્યાએ લખ્યું 'બીફ' આ ઉપરાંત બીફની અનેક તસવીર પણ મૂકી દીધી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુરૂવારની સાંજે જ્યારે એક બાજુ રાષ્ટ્રપતિ ભવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી મંડળની શપથવિધી યોજાઈ રહી હતી ત્યારે બીજી બાજુ દિલ્હી ભાજપની વેબસાઇટ delhi.bjp.org પર સાયબર એટેક થયો હતો. હેકર્સે વેહબસાઇટ પર ઉપસ્થિત અનેક ટાઇટલ બદલી અને ત્યા 'બીફ' લખી દીધું હતું. આ ઉપરાંત બીફની અનેક તસવીરો પણ મૂકી દીધી હતી.

જોકે, આ સાયબર એટેક બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નહતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લોકસભાની તમામ સાત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો. વર્ષ 2014માં પણ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની તમામ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો.

એક તરફ જ્યારે રાષ્ટ્રપિત ભવનમાં રાયસીના હીલ ખાતે શપથવિધી યોજાઈ રહી હતી ત્યારે બીજી બાજુ થયેલા સાયબર એટેકના પગલે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આ સાયબર એટેક ચર્ચાનું કારણ બન્યો હતો.

આ પણ  વાંચો :  મોદી સરકાર 2.0: જાણો મંત્રીમંડળમાં કયા સાંસદોને મળ્યું સ્થાન? 

વેબસાઇટના હોમ પેજ પર બીફની તસવીર હેકરોએ મૂકી દીધી હતી.


મોદી સરકારના વિતેલા સાશનમાં બીફ બેન અને તેને લઈને અનેક વિવાદો સર્જાયા હતા. દેશમાં બીફના કારણે ઘણી ઉત્તેજનાઓ વ્યાપી હતી. ઉત્તર પ્રદેશમાં ટોળા દ્વારા ઘરના ફ્રીજમાં બીફ રાખવાના મુદ્દે અખલાક નામના એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
હેકરોએ તમામ આઇકનમાં બીફ લખી નાંખ્યું હતું.


કેરળમાં બીફ બેનના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ જાહેરમાં બીફ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આમ ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ પર શપથ સમારોહના સમયે ભાજપની વેબસાઇટ હેક કરી તેના પર બીફની તસવીરો મૂકવી એ પૂર્વાયોજીત કાવતરાનો ભાગ હોઈ શકે છે. જોકે, આ મામલે ભાજપ કાયદાકીય પગલા લે છે કે નહીં તે તો હવે જોવું જ રહ્યું.
First published: May 30, 2019, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading