બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બબાલઃ મનોજ તિવારી અને AAP નેતા વચ્ચે ઝપાઝપી

News18 Gujarati
Updated: November 5, 2018, 7:36 AM IST
બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બબાલઃ મનોજ તિવારી અને AAP નેતા વચ્ચે ઝપાઝપી
સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન વખતે થયેલી બબાલની તસવીર

યમુના નદી ઉપર બનેલા સિગ્નેચર બ્રિજનું આજે રવિવારે ઉદ્ઘાટન સમારોહ હતો. જેમાં ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ અને દિલ્હી પ્રદેશ ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ સર્જાયો હતો.

  • Share this:
યમુના નદી ઉપર બનેલા સિગ્નેચર બ્રિજનું આજે રવિવારે ઉદ્ઘાટન સમારોહ હતો. જેમાં ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ અને દિલ્હી પ્રદેશ ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન મનોજ તિવારી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વચ્ચો બોલાચાલી થયા બાદ અથડામણ થઇ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મનોજ તિવારીએ અહીં પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવાની કોશિશ કરી હતી. જોકે, તિવારીએ કહ્યું હતું કે તેઓને ઉદ્ઘાટનમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ જ્યારે તેઓ મંચ પર જઇ રહ્યા હતા ત્યારે આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને તેઓને ધક્કો માર્યો.

આ અંગ આમ આદમી પાર્ટીના દિલીપ પાન્ડેએ જણાવ્યું હતું કે, હજારો લોકો અહીં આમંત્રણ વગર ઉત્સવ મનાવવા માટે આવ્યા હતા. પરંતુ મનોજ તિવારી પોતાને વીઆઇપી સમજે છે. તેઓએ અહીં ઉપદ્રવ કર્યો. ભાજપા કાર્યકર્તાઓએ અનેક આપ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે મારપીચ કરી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, મારાં લોકસભા ક્ષેત્રમાં બની રહેલા આ બ્રિજનું કામ જે વર્ષોથી અટક્યું હતું, તે મેં ફરીથી શરૂ કરાવ્યું છે. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બ્રિજના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છે. મને પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યો હતો. હું અહીંથી સાંસદ છું. તેમાં શું પરેશાની છે? શું હું અપરાધી છું? મારી ચારેતરફ પોલીસ શા માટે ગોઠવવામાં આવી? હું અહીં કેજરીવાલનું સ્વાગત કરવા માટે આવ્યો હતો. પરંતુ પોલીસે મારી સાથે દુર્વ્યવહાર કર્યો.
First published: November 4, 2018, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading