Home /News /national-international /

ભાજપે ઉત્તર પ્રદેશના 30 નામ જાહેર કર્યા, જયા પ્રદા, મેનકા ગાંધીનો સમાવેશ

ભાજપે ઉત્તર પ્રદેશના 30 નામ જાહેર કર્યા, જયા પ્રદા, મેનકા ગાંધીનો સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

    ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 30 ઉમેવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારની ત્રીજી યાદીમાં જયા પ્રદા, વરુણ ગાંધી, મેનકા ગાંધી, રવિન્દ્ર કુશ્વાહા સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

    ભાજપે જાહેર કરેલી યાદી ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણી માટેની જ છે. જેમાં થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા જયા પ્રદાને ઉત્તર પ્રદેશના રામપુરમાંથી ટિકિટ આપી છે. તો વરુણ ગાંધીને પિલિભીત, મેનકા ગાંધીને સુલતાનપુરમાંથી ટિકિટ આપી છે.





    ભાજપે કુલ 30 નામોની જાહેરાત કરી છે, જેમાં ઇટાવામાં રામશંકર કથિરિયા, ફારુખાબાદમાંથી મુકેશ રાજપૂત, કાનપુરમાંથી સત્યદેવ પચુરીને ટિકિટ આપી છે. તો અલ્હાબાદની ટિકિટ રિટા બહુગુના, બારાબંકીમાંથી ઉપેન્દ્ર રાવત, મહારાજગંજમાંથી પંકજ ચૌધરી સહિતના જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: BJP declare, Election candidate, Lok Sabha Election, Notification

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन