એક વર્ષમાં બીજેપીને મળ્યા રૂ. 1027.34 કરોડ, કોંગ્રેસે આવક ન બતાવીઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: December 18, 2018, 10:50 AM IST
એક વર્ષમાં બીજેપીને મળ્યા રૂ. 1027.34 કરોડ, કોંગ્રેસે આવક ન બતાવીઃ રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન બીજેપીએ રૂ. 1027.34 કરોડની કુલ આવક જાહેર કરી છે. પાર્ટીએ કુલ આવકમાંથી 74% રકમ એટલે કે રૂ. 758.47 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન બીજેપીએ રૂ. 1027.34 કરોડની કુલ આવક જાહેર કરી છે. પાર્ટીએ કુલ આવકમાંથી 74% રકમ એટલે કે 758.47 કરોડ ખર્ચ કરી નાખી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. એડીઆરનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષનો પોતાનો રિપોર્ટ હજી સુધી જમા નથી કરાવ્યો.

રિપોર્ટ પ્રમાણે, 2017-18ના વર્ષમાં બહુજન સમાજવાદી પાર્ટીને કુલ 51.7 કરોડ રૂપિયા આવક મળી હતી, જેમાંથી પાર્ટીએ ફક્ત 29%, એટલે કે રૂ. 14.78 કરોડ ખર્ચ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે એનસીપી એકમાત્ર એવી પાર્ટી છે જેણે આવક કરતા વધારે ખર્ચ કર્યો છે. એનસીપીને આ વર્ષ દરમિયાન કુલ 8.15 કરોડ રૂપિયાની રકમ મળી હતી, તેની સામે પાર્ટીએ રૂ. 8.84 કરોડનો ખર્ચ કર્યો છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (એમ)એ 2017-18ના વર્ષ માટે રૂ. 104.847 કરોડની આવક બતાવી છે. જેમાંથી પાર્ટીએ રૂ. 83.48 કરોડ ખર્ચ કરી દીધા છે. તૃણમૃલ કોંગ્રેસની કુલ આવક રૂ. 5.167 કરોડ, સીપીઆઈની કુલ આવક રૂ. 1.55 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ બીજેપી નેતા વિજયવર્ગીયનું વિવાદિત ટ્વિટ, વિદેશી સ્ત્રીનું સંતાન ના કરી શકે રાષ્ટ્રપ્રેમ

નોંધનીય છે કે વર્ષ 2016-17ની સરખામણીમાં ગત વર્ષે બીજેપીની આવકમાં ઘટાડો નોંધાયો છે. છ રાષ્ટ્રીય પાર્ટીને મળેલી કુલ આવક (રૂ. 1041.80 કરોડ)માંથી 86 ટકા ભાગ સ્વૈચ્છિક રીતે મળેલું દાન છે. વર્ષ 2017-18 દરમિયાન ફક્ત બીજેપીએ જાહેર કર્યું છે કે તેને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 210 કરોડ મળ્યા છે.

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 225.36 કરોડની આવક ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી જમા નથી કરાવી. પાર્ટીઓએ 30મી ઓક્ટોબર સુધી વાર્ષિય ઓડિટ રિપોર્ટ જમા કરાવવાનો હતો.એનસીપીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી બોન્ડ હવે ટેક્સ ચોરીનો નવો રસ્તો બની ગયું છે, કારણ કે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતું કમિશન એવી જ રીતે આપવામાં આવે છે, જેવી રીતે રાફેલ ડીલ થઈ હતી.
First published: December 18, 2018, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading