ભારતીય જનતા પાર્ટી હવે સોમવારે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં શનિવાર મોડી રાત્રે ચાલેલી 8 કલાકની મેરથોન બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.
દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોડી રાત્ર બે વાગ્યા સુધી બેઠક ચાલતી રહી. આ બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, અરૂણ જેટલી અને કિરણ રિજિજૂ સહિત અનેક કેન્દ્રીય મંત્રી સામેલ થયા.
સૂત્રો મુજબ, આ બેઠકમાં 11 રાજ્યોની વિભિન્ન લોકસભા સીટો પર ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ. તેમણે જણાવ્યું કે પાર્ટી સોમવારે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે. પહેલા શનિવારે આ યાદી જાહેર કરવાની આશા હતી.
સૂત્રોએ સાથોસાથ જણાવ્યું કે બેઠકમાં બિહાર, ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર માટે ચૂંટણી રણનીતિ અને ઉમેદવારો પર ચર્ચા થઈ. તેઓએ કહ્યું કે, આ તમામ રાજ્યોમાં જે સીટો પર ભાજપની વધુ પકડ નથી, ત્યાં બીજી ક્ષેત્રીય પાર્ટીઓ કે અમને સમર્થન આપનારા અન્ય મોટા નેતાઓ માટે છોડી શકાય છે.
સૂત્રો મુજબ, શનિવારે થયેલી બેઠકમાં આ નામો પર સહમતિ સધાઈ છે:
ઉલ્લેખનીય છે કે, સાત ચરણોમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં આ વખતે 11 એપ્રિલે પહેલા ચરણનું વોટિંગ થશે, જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર