ભાજપ-કોંગ્રેસે નિર્દોષ મુસ્લિમો પર આતંક વરસાવ્યો: માયાવતી

News18 Gujarati
Updated: February 14, 2019, 12:45 PM IST
ભાજપ-કોંગ્રેસે નિર્દોષ મુસ્લિમો પર આતંક વરસાવ્યો: માયાવતી
માયાવતીએ કહ્યું કે, હવે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કોઇ ફરક છે કે નહીં.

માયાવતીએ કહ્યું કે, હવે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કોઇ ફરક છે કે નહીં.

  • Share this:
બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રિમો માયાવતીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આ દેશનાં નિર્દોષ મુસ્લિમો પર આતંક વરસાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ ભાજપ અને કોંગ્રેસની સરકારો બની છે ત્યારે એ સરકારોએ મુસ્લિમો પર આતંક વરસાવ્યો છે.

બસપા સુપ્રિમો માયાવતીએ કહ્યું કે, હવે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કોઇ ફરક છે કે નહીં.

તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, માત્ર ગૌ હત્યાની શંકાનાં આધારે કોંગ્રેસની સરકારે મુસ્લિમો પર આતંક વરસાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારે લોકો પર રાષ્ટ્રિય સુરક્ષા ધારો લગાવ્યો હતો. આ લોકો પર ગૌહત્યાનો આરોપ હતો.

માયાવતીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં પહેલા ભાજપની સરકાર હતી તેવી જ રીતે હાલની કોંગ્રેસની સરકાર મુસ્લિમો પ્રત્યે વર્તન કરી રહી છે.

આ પણ વાંચો: મુલાયમ સિંહે લોકસભામાં PM મોદીના કર્યા વખાણ, કહ્યું - તમે ફરી બનો PMદલિત નેતા અને બસપા સુપ્રિમો માયાવતીએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ પ્રહારો કર્યા હતા અને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો આરોપ લગાડવા બદલ યોગી સરકારની ટીકા કરી હતા.

નોંધનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીને લઇને બસપાએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપને હરાવવા માટે રણનીતિ ઘડી છે.
First published: February 14, 2019, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading