રાફેલ: કોંગ્રેસના 'ષડયંત્રને ખુલ્લુ!' પાડવા ભાજપ એકસાથે 70 જગ્યા પર કરશે પ્રેસ કોન્ફરન્સ

નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રીઓ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી તપાસ સંબંધી તમામ અરજીઓને ફગાવી દીધી છે.

  • Share this:
    કોંગ્રેસ અને બીજેપી માટે 17 ડિસેમ્બરનો દિવસ ખુબ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. એકબાજુ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. તો બીજીબાજુ ભાજપ સોમવારે રાફેલ ડીલ પર દેશભરમાં 70 જગ્યાઓ પર એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. આમાં બીજેપી પ્રવક્તા, મંત્રી, વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી અને બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કોંગ્રેસના તમામ આરોપોના જવાબ આપશે.

    તમને જણાવી દઈએ કે, રાફેલ ડીલને લઈ કેન્દ્ર સરકાર લાંબા સમયથી વિપક્ષના નિશાના પર હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી છે. કોર્ટે ભારત અને ફ્રાંસ વચ્ચે 23 સપ્ટેમ્બર 2016ના રોજ રાફેલ વિમાન ડીલ વિરુદ્ધ નોંધાયેલી તપાસ સંબંધી તમામ અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય પર અસંતુષ્ટી જાહેર કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કહ્યું કે, તે સાબિત કરતા રહેશે કે, આ ડીલમાં ચોરી થઈ હતી.

    રાજસ્થાનમાં અશોક ગેહલોતના સીએમ બનવાની જાહેરાતની સાથે એ પણ નક્કી થઈ ગયું કે, કોંગ્રેસ 17 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં એક સાથે શપથ ગ્રહણ સમારોહ કરાવશે.

    એક બાજુ જશ્ન અને આ બાજુ રાહુલ માફી માંગે
    એક બાજુ કોંગ્રેસ જશ્ન મનાવી રહી છે, બીજી બાજુ બીજેપીએ આ દીવસે પુરા દેશમાં રાફેલ લડાકૂ વિમાનને લઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ પર હુમલો કરવા માટે પસંદ કર્યો છે. બીજેપીનું કહેવું છે કે, જશ્નના દિવસે જ કોંગ્રેસ પાર્ટીને દેશની સામે ખુલ્લા પાડવામાં આવશે.

    70 જગ્યા પર પ્રેસ કોન્ફરન્સ
    બીજેપી 70 જગ્યાઓ પર મીડિયા સાથે વાતચીત કરશે. આમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હુમલો કરશે. કેન્દ્ર સરકારના મંત્રીથી લઈ પાર્ટીના તમામ નેતા, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરશે.

    કોણ ક્યાંથી મોરચો સંભાળશે
    સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોમવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આસામની રાજધાની ગુવાહાટીમાં, દેવેન્દ્ર ફડણવીશ ગુજરાતના અમદાવાદમાં, વિજય રૂપાણી જયપુરમાં અને સર્બાનંદ સોનાવાલ અગરતલ્લામાં રાફેલ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.

    જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર હૈદરાબાદમાં, જીતેન્દ્ર સિંહ ચંદીગઢમાં, બીજેપી મહાસચિવ રામ માધવ ચેન્નાઈમાં, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ બોપાલમાં, બેલગામમાં બીએસ યેદિયુરપ્પા, ઈલાહાબાદમાં વિદેશ રાજ્યમંત્રી વિકે સિંહ જનતાને રાફેલ ડીલની હકીકત બતાવશે. સાતે કોંગ્રેસ અધ્યક્ષ દેશની માફી માંગે તેવી માંગ પણ કરશે.

    આ સિવાય આંધ્રપ્રદેશમાં વિજયવાડાથી પાર્ટીના પ્રવક્તા સાંબિત પાત્રા મોરચો સંભાળશે. ત્રિવેન્દ્રમથી જેપી નડ્ડા, રાંચીથી ભૂપેન્દ્ર યાદવ અને રાયપુરમાં ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ રાફેલ પર જવાબ આપશે. જ્યારે મુંબઈમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમન રાફેલને લઈ વિપક્ષ પર હુમલો કરશે. જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ યૂપીની રાજધાની લખનઉમાં કોંગ્રેસને 'ખુલ્લા' પાડશે.
    Published by:kiran mehta
    First published: