Home /News /national-international /BJPનો દાવો- સોનિયા-રાહુલની ઉપસ્થિતિમાં CWC મિટિંગમાં થયું સરદાર પટેલનું અપમાન

BJPનો દાવો- સોનિયા-રાહુલની ઉપસ્થિતિમાં CWC મિટિંગમાં થયું સરદાર પટેલનું અપમાન

ભાજપ પ્રવક્તા સંબિતપાત્રાની ફાઈલ તસવીર

સંબિત પાત્રાએ કહ્યું-આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ ફક્ત એક જ પરિવારની પાર્ટી છે. નેહરુ-ગાંધી પરિવારની વિરાસતને કેવી રીતે આગળ વધારવામાં આવે અને ચાટુકારિતાની પરાકાષ્ટા કેવી રીતે બનાવી રાખવામાં આવે તે જ કોંગ્રેસનો ધ્યેય છે

  નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ (BJP) આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસની કાર્યસમિતિમાં (CWC) દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલનું (Sardar Vallabh Bhai Patel) અપમાન કરવામાં આવ્યું છે. ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) સોમવારે આ વિષય પર પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે આજે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે પોતાના પરિવારની વિરાસતને ઉપર રાખવા માટે નેહરુ ગાંધી રાજવંશને ઉપર રાખવા માટે, સુભાષ ચંદ્ર બોઝ હોય, વીર સાવરકર હોય, સરદાર પટેલ હોય કોઇને પણ અપમાનિત કરવાનું છે. કોઈના નામે ભ્રમ ફેલાવવો હોય કોંગ્રેસ પાર્ટી બધુ કરી શકે છે.

  ભાજપા પ્રવક્તાએ કહ્યું આજે અખબારોમાં છપાયું છે કે 2 દિવસ પહેલા થયેલી CWCની બેઠકમાં કાશ્મીરને લઇને કેટલાક સવાલો ઉઠ્યા હતા. બેઠકમાં કાશ્મીરને લઇને ભ્રમનો માહોલ બનાવવામાં આવ્યો હતો. એ પણ કહેવામાં આવ્યું કે જવાહરલાલ નેહરુએ જમ્મુ કાશ્મીરને હિન્દુસ્તાનમાં ઇંટીગ્રેટ કર્યું હતું.

  આ પણ વાંચો - પોલીસ ઇન્સપેક્ટરે 2 યુવતીઓને કારથી કચડી નાખી, એકનું ઘટનાસ્થળે મોત

  ભાજપાએ શું દાવો કર્યો

  પ્રેસ કોન્ફરન્સમાં બીજેપીએ દાવો કર્યો કે કોંગ્રેસ CWCમાં એ પણ કહેવામાં આવ્યું કે આ પૂરા પ્રયોજનમાં સરદાર પટેલ જિન્ના સાથે મળેલા હતા અને જિન્ના સાથે મળીને કાશ્મીરને હિન્દુસ્તાનથી અલગ રાખવાનો પ્રયત્ન પટેલ કરી રહ્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ ફક્ત એક જ પરિવારની પાર્ટી છે. નેહરુ-ગાંધી પરિવારની વિરાસતને કેવી રીતે આગળ વધારવામાં આવે અને ચાટુકારિતાની પરાકાષ્ટા કેવી રીતે બનાવી રાખવામાં આવે તે જ કોંગ્રેસનો ધ્યેય છે.
  " isDesktop="true" id="1142978" >

  સંબિત પાત્રાએ સવાલ કર્યો કે CWC મિટિંગમાં હતા તો હમીદ કરૈરાને કેમ ના પૂછ્યું કે આખરે તે પટેલ પર આવા સવાલ કેમ ઉઠાવી રહ્યા છે? તેમણે પૂછ્યું શું હમીદ કરૈરાને CWCમાંથી બહાર કાઢવામાં આવશે. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે ભાજપા વિકાસની રાજનીતિને આગળ વધારી રહી છે જ્યારે કોંગ્રેસ જમ્મુ કાશ્મીર પર ભ્રમની રાજનીતિ કરી રહી છે. બીજેપી તેના પર કોંગ્રેસ પાસેથી જવાબ ઇચ્છે છે. તમને જણાવી દઈએ કે કરૈરા પીડીપીથી કોંગ્રેસમાં આવ્યા છે અને તે કોંગ્રેસ CWCમાં આમંત્રિત સભ્ય છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cwc meeting, Sardar Vallabh Bhai Patel, ભાજપ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन