શું મહારાષ્ટ્રમાં નવું સમીકરણ બની રહ્યું છે? બીજેપીએ બહુ ઝડપથી સરકાર બનાવવાનો દાવો કર્યો

News18 Gujarati
Updated: November 16, 2019, 11:09 AM IST
શું મહારાષ્ટ્રમાં નવું સમીકરણ બની રહ્યું છે? બીજેપીએ બહુ ઝડપથી સરકાર બનાવવાનો દાવો કર્યો
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

બીજેપીના મહારાષ્ટ્ર અધ્યક્ષ પાટિલનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા નજીક છે.

  • Share this:
મુંબઈ : શિવસેના (Shiv Sena)ના નેતૃત્વમાં કૉંગ્રેસ (Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party) સાથે મળીને મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના પ્રયાસો અંતિમ તબક્કામાં છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલેના એક નિવેદનથી રાજનીતિમાં ફરી ગરમાવો આવી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. એટલું જ નહીં બીજેપી રાજ્યમાં આગામી સરકાર બનાવશે. પાટિલનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા નજીક છે. આ ત્રણેય પક્ષને નેતાઓ શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આંતરિક સૂત્રોના કહેવા પ્રમાણે શરદ પવાર અંતિમ સમયે ચોંકાવતો નિર્ણય લેવા માટે જાણીતા છે. આથી ચંદ્રકાંત પાટિલનું નિવેદન સૂચિત હોઈ શકે છે. જોકે, એનસીપીએ ચંદ્રકાંત પાટિલના નિવેદન પર કોઈ ટિપ્પણી કરી નથી.

બીજેપી પાસે NCP એકમાત્ર વિકલ્પ!

મહારાષ્ટ્રમાં 288 સભ્ય ધરાવતી વિધાનસભામાં પૂર્ણ બહુમતિથી સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટી પાસે 145 ધારાસભ્યો અથવા તેમનું સમર્થન હોવું જરૂરી છે. આ માટે બીજેપીએ રાજ્યપાલને 145 ધારાસભ્યોનું સમર્થન હોય તેવો પત્ર આપવો પડશે. વર્તમાન પરિસ્થિતિમાં એટલું નક્કી છે કે શિવસેના બીજેપીને ટેકો નહીં આપે. આ માટે બીજેપી પાસે એનસીપી એકમાત્ર વિકલ્પ છે.

પાટિલનો દાવો છે કે 21 ઓક્ટોબરના રોજ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 105 બેઠક મળી છે, પરંતુ વર્તમાન સમયમાં બીજેપીને અમુક અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. આથી આ સંખ્યા 119 પર પહોંચી છે. તેમનું કહેવું છે કે, 'બીજેપી સૌથી મોટી પાર્ટી છે. અપક્ષ ઉમેદવારો સાથે આવે તો આ સંખ્યા 119 થાય છે. બીજેપી આ સંખ્યા સાથે સરકાર બનાવશે.' તેમના કહેવા પર બીજેપી રાજ્યમાં ઘટી રહેલી તમામ ગતિવિધિ પર નજર રાખી રહી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર શિવસેના અને બીજેપી ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. બંનેએ 161 બેઠક જીતી હતી. આ રીતે કોઈ મુશ્કેલી વગર બંનેની સરકાર બની જતી હતી. પરંતુ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ પર અડી ગઈ હતી. આ કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની શકી ન હતી.

બીજેપીને 1.42 કરોડ વોટ મળ્યાં

વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પ્રદર્શન અંગે વાત કરતા ચંદ્રકાંત પાટિલે કહ્યુ કે, તેમની પાર્ટીને ચૂંટણીમાં 1.42 કરોડ વોટ મળ્યાં હતાં અને તેમની પાર્ટી પ્રથમ નંબર પર છે. 92 લાખ વોટ સાથે એનસીપી બીજા નંબર પર છે. જ્યારે 90 લાખ વોટ સાથે શિવસેના ત્રીજા નંબર પર છે. પાટિલે કહ્યુ કે 1990 પછી મહારાષ્ટ્રમાં બીજેપી સિવાય કોઈ પણ પક્ષને 100થી વધારે બેઠક મળી નથી. 2014 અને 2019માં બીજેપીને 100થી વધારે બેઠક મળી છે.
First published: November 16, 2019, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading