ભાજપનો દાવો- કેજરીવાલની પત્નીની પાસે છે બે વોટર આઇડી કાર્ડ

News18 Gujarati
Updated: April 29, 2019, 7:24 PM IST
ભાજપનો દાવો- કેજરીવાલની પત્નીની પાસે છે બે વોટર આઇડી કાર્ડ

  • Share this:
ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીપ પર આપ નેતા આતિશી મર્લેનાએ આરોપ લગાવતા કહ્યું હતું કે તેની પાસે બે વોટર કાર્ડ છે. જે ક્રિમિનલ ઓફેન્સ છે. તો આ આરોપના જવાબમાં હવે ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સામે બે વોટર કાર્ડ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

ભાજપ નેતા હરીશ ખુરાનાએ ત્રીસ હજાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં આરોપ લગાવ્યો કે સુનીતા કેજરીવાલની પાસે બે વોટર કાર્ડ છે. ફરિયાદમાં જણાવ્યું કે એક વોટ તો ગાઝિયાબાદના સાહિબાબાદમાંથી બન્યું છે જ્યારે બીજુ દિલ્હીના ચાંદની ચોકમાંથી બન્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પીવાના પાણીની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ડાયલ કરો

ક્રિકેટર ગૌતમ ગંભીરના ચૂંટણી મેદાનમાં ઉતરતાની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી જામી છે. ગંભીર પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર છે. તેઓએ મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
First published: April 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading