બીજેપીના મુખ્યમંત્રીઓ સાથે મોદી-શાહની બેઠક, લોકસભાની ચૂંટણી પર કરશે મંથન

News18 Gujarati
Updated: August 28, 2018, 10:07 AM IST
બીજેપીના મુખ્યમંત્રીઓ સાથે મોદી-શાહની બેઠક, લોકસભાની ચૂંટણી પર કરશે મંથન
વડાપ્રધાન મોદી અને અમિત શાહ ફાઇલ તસવીર

બીજેપી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

  • Share this:
આગમી વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધું છે. ત્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજર રહેશે. બેઠકમાં 2019માં થનારી લોકસભાની ચૂંટણી જંગમાં પાર્ટીની રણનીતિની ચર્ચા થશે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ભાગ લેશે.

બીજેપીના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં ત્રણ રાજ્યોમાં થનારી ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીના મુખ્યમંત્રીઓની આ બેઠક ખુબ જ મહત્વની રહેશે. એક દિવસની આ બેઠક દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. બેઠકમાં બીજેપી શાસિત રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે અને મુખ્યમંત્રીઓએ સૂચનાઓ પણ અપાશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે. આ ત્રણે રાજ્યોમાં અત્યારે બીજેપીનું શાસન છે.

મુખ્યમંત્રીઓના આ સમ્મલનનો મુખ્ય એજન્ડા સુશાસન અને ગરીબ સમર્થિત નીતિઓનું સંચાલન છે. વર્ષ 2014માં મોદીના સત્તા ઉપર આવ્યા બાદ નિયમિતરીતે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ રાજ્યોના બીજેપીના ઉપ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ભાગ લેશે.
First published: August 28, 2018
વધુ વાંચો
अगली ख़बर