રાહુલ ગાંધીના 'લોકતંત્રની હાર'વાળા નિવેદન પર અમિત શાહે આપ્યો સણસણતો જવાબ

રાહુલ ગાંધીએ ટ્વિટ્ટ કરી કહ્યું, "ખોખલી જીતનું જશ્ન મનાવશે બીજેપી, કર્ણાટકમાં જરૂરી સંખ્યા ન હોવા છતાં સરકારની રચના માટે બીજેપીની અતાર્કિક જીદ બંધારણના મજાક સમાન છે"

રાહુલ ગાંધીએ ટ્વિટ્ટ કરી કહ્યું, "ખોખલી જીતનું જશ્ન મનાવશે બીજેપી, કર્ણાટકમાં જરૂરી સંખ્યા ન હોવા છતાં સરકારની રચના માટે બીજેપીની અતાર્કિક જીદ બંધારણના મજાક સમાન છે"

 • Share this:
  નવી દિલ્હી :
  કર્ણાટકમાં સત્તાની સાઠમારી અને સુપ્રીમમાં મોડી રાત સુધી ચાલેલી સુનાવણી બાદ બીએસ યેદુરપ્પાએ આખરે કર્ણાટકના 23-માં મુખ્યમંત્રી તરીકેના સોગંધ લઇ લીધા છે. આ બાબતને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'બંધારણની મજાક' સમાન ગણાવી હતી. આ મામલે તેમણે ભાજપ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, એક તરફ બીજેપી ખોખલી જીતનો ઉત્સવ મનાવી રહી છે તો બીજી તરફ ભારત લોકતંત્રની હારનો શોક પ્રદર્શિત કરશે. આ નિવેદન પર અમિત શાહે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.

  રાહુલે ટ્વિટ્ટ કરીને જણાવ્યું હતું કે, "કર્ણાટકમાં જરૂરી સંખ્યા ન હોવા છતાં સરકારની રચના કરવાની બીજેપીની અતાર્કિક જીદ બંધારણની મજાક સમાન છે."

  આ ટ્વિટ દ્વારા બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના નેતાઓને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. શાહે લખ્યું કે,'પ્રજાતંત્રની હત્યા તો ત્યારે જ થઇ ગઇ હતી જ્યારે બેસબ્ર કોંગ્રેસે જેડીએસ તરફ ગઠબંધનનો હાથ લંબાવ્યો હતો. આ તેમણે કર્ણાટકના લોકોની ભલાઇ માટે નહીં પરંતુ રાજનૈતિક ફાયદા માટે કર્યું હતું.'

  કૉંગેસ પાર્ટીના મહામંત્રી અશોક ગહેલોતે આરોપ લગાવ્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તમામ બંધારણીય સંસ્થાઓને નબળી કરી દીધી છે. બીજેપી સત્તા પ્રાપ્ત કરવા માટે લોકતંત્રની હત્યા કરી રહી છે.  યેદુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવ્યા બાદ તેમની વિરુદ્ધ ગુલામનબી આઝાદ, અશોક ગેહલોત અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓની સાથે કર્ણાટક વિદ્યાસભા ગૃહની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે બેસીની વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે, 'આ મામલો સુપ્રીમ કોર્ટને આધીન છે. તેમની પાસે 104 ધારાસભ્યો છે, તેઓ બહુમતીથી ઘણા દૂર છે. યેદુરપ્પાને બહુમત સાબિત કરવા 112 સભ્યો જોઈશે, તેવું કરવા દો તેમને"

  ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ પરિસ્થિતિમાં 224 સભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 104, કૉંગેસને 78 અને જેડીએસ+ને 38 બેઠકો મળી છે. ગૃહમાં બહુમતી સાબિત કરી સરકાર રચવા માટે 112 સભ્યોની આવશ્યકતા છે

  સુપ્રીમ કોર્ટમાં બુધવારે રાત્રે થયેલી સુનવણીમાં યેદુરપ્પાને શપથ ગ્રહણ કરવાથી અટકાવવા માટે કોર્ટે ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલ વજુભાઇ વાળાએ કાલે યેદુરપ્પા સરકારને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા
  Published by:sanjay kachot
  First published: