વિવાદિત નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી, ભાજપે હાથ ખંખેર્યા

 • Share this:
  મધ્ય પ્રદેશના ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ પહેલા વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ વિવાદ થતા માફી માગી લીધી છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મને લાગે છે કે મારા નિવેદનને કારણે દેશના દુશ્મનોને ફાયદો થઇ રહ્યો છે, આથી હું મારું નિવેદન પાછું ખેંચું છે અને માફી માગું છું. આ માટી વ્યક્તિગત પીડા હતા.

  આ પહેલા સાધ્વી પ્રજ્ઞા દ્વારા ATS ચીફ હેમંત કરકરે પર આપેલા વિવાદિત નિવેદન પર ભાજપે હાથ ખંખેરી લીધા હતા. ભાજપે કહ્યું કે આ તેમનું વ્યક્તિગત નિવેદન છે.

  વાત એવી છે કે સાધ્વ પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે 26/11 હુમાલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમની કર્મોની સજા મળી છે. તેમનું કર્મ સારું ન હતું. આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે જે દિવસે તે જેલ ગઇ હતી તેના 45 દિવસમાં જ આતંકીઓે હેમંત કરકરેનો અંત કરી દીધો.

  આઇપીએસ એસોશિએશને પણ શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાની ટિપ્પણીઓની કઠોર નિંદા કરી છે. એસોશિએશને ટ્વીટ કર્યું કે '્શોક ચક્રથી સમ્માનિત દિવંગત આઇપીએસ હેમંત કરકરેને આતંકવાદી સામે લડતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમે ભાજપના એક ઉમેદવારે આપેલા અપમાનજનક નિવેદનની નિંદા કરીએ છીએ. આવું નિવેદન શહીદ હેમંત કરકરેનું અપમાન છે. અમે માગ કરી છે કે શહીદોના બલિદાનનું સમ્માન કરવામાં આવે'
  Published by:Sanjay Vaghela
  First published: