અમે જીતીશું તો બાળલગ્નો ચાલુ રાખીશું: રાજસ્થાનમાં BJP ઉમેદવારે મતદારોને વચન આપ્યું

પ્રતીકાત્મક તસવીર

ભારતીય જનતા પાર્ટીનાં એક ઉમેદવારે સામાજિક પછાત પણાની માનસિક્તા છતી કરી અને મતદારોને કહ્યું કે, જો ભાજપને તમે મત આપી જીતાડશો તો, બાળલગ્નો થતા હશે તેમા કોઇ ખલેલ નહીં પહોંચાડે. 

 • Share this:
  રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે અને દરેક પાર્ટી અને તેના ઉમેદવારો કોઇ પણ પ્રકારનાં વચનો આપતા ખચકાતા નથી.

  આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીનાં એક ઉમેદવારે સામાજિક પછાત પણાની માનસિક્તા છતી કરી અને મતદારોને કહ્યું કે, જો ભાજપને તમે મત આપી જીતાડશો તો, બાળલગ્નો થતા હશે તેમા કોઇ ખલેલ નહીં પહોંચાડે.

  સમગ્ર દેશમાં પ્રગતિશીલ વિચારધારા વાળા લોકો અને સામાન્ય લોકો પણ બાળલગ્નો સામે મુહિમ છેડે છે અને ખાસ કરીને રાજસ્થાનમાં આ દુષણ વધારે છે અને તેને દૂર કરવાને બદલે ભાજપનાં ઉમેદવારે તેને આડકતરી રીતે પ્રોત્સાહન આપે છે.

  વિગત એમ છે કે, રાજસ્થાનની સોજા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર શોભા ચૌહાણે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને આ પ્રકારનું વચન આપ્યું હતું. પોતે મહિલા હોવા છતાં બાળલગ્નો અટકાવવાને બદલે તેને પ્રોત્હાસન આપે એ આપણા દેશની કરુણતા જ ગણવી રહી.

  દલિત મહિલાને સબરીમાલા મંદિરમાં પ્રવેશતા ભાજપના કાર્યકરોએ અટકાવી

  તેઓ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરતા હતા ત્યારે તેમના સુંધી એવી ફરિયાદ પહોંચી કે, દેવાસી સમાજમાં બાળલગ્નો થાય છે અને જ્યારે આ લગ્નો થતા હોય છે ત્યારે પોલીસ આવીને રેડ પાડે છે અને હેરાન કરે છે. આ પછી ભાજપનાં ઉમેદવારે નિવેદન આપ્યું હતું કે, જો તેમને ચૂંટવામાં આવશે તો, બાળલગ્નો કરનારા લોકોને કોઇ હેરાન કરશે નહીં.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની આ વાત કોઇએ વીડિયોમાં કેદ કરી લીધી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ભાજપનાં ઉમેદવારનાં આ નિવેદનથી મોટો હોબાળો થયો છે. કેમ કે, રાજસ્થાનમાં બાળલગ્નો બંધ થાય એ માટે ખુબ પ્રયાસો થઇ રહ્યા છે. કાયદાકીય રીતે બાળલગ્નો એ ગૂનો બને છે.

  BJP ટેકેદાર અભિનેતાએ સબરીમાલા મંદિરએ આવતી મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું: FIR થઇ
  Published by:Vijaysinh Parmar
  First published: