ગિરિરાજે આપી આઝમ ખાનને ધમકી, 'ચૂંટણી પછી કહીશું કોણ છે બજરંગબલી'

ગિરિરાજસિંહની ટ્વીટર પરથી લેવામાં આવેલી તસવીર

 • Share this:
  ગત વર્ષે પાંચ રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં નેતાઓના ભાષણમાં બજરંગબલી ખૂબ જ ચર્ચા હતા. પરંતુ લોકસભા ચૂંટણી 2019માં પણ નેતાઓએ બજરંગબલીની એન્ટ્રી કરાવી દીધી છે. યુપીના મુખ્યમંત્રીથી લઇને સપા નેતા આઝમ ખાને બજરંગબલી પર નિવેદન આપ્યું, હવે તેમાં ઘી હોમવાનું કામ કર્યું છે ભાજપના નેતા ગિરિરાજ સિંહે.

  ગિરિરાજ સિંહે ખુલ્લેઆમ આઝમ ખાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે બેગુસરાયમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ રામપુર જશે અને આઝમ ખાનને જણાવશે કે બજરંગબલી શું છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ બિગ બી બાદ હવે સંજય દત્તે ખરીદી લક્ઝરી કાર, આટલી છે કિંમત

  આઝમ ખાનના નિવેદન પર ગિરિરાજ સિંહે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. બેગુસરાય લોકસભા સીટથી કન્હૈયા કુમાર અને રાજદ ઉમેદવાર તનવીર હસન સામે ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટર લખ્યું કે આઝમ ખાને પહેલા વડાપ્રધાન મોદીજીને ગાળો આપી હવે આપણા ભગવાનને ગાળો આપી રહ્યાં છે. આઝમ ખાન બેગુસરાયની ચૂંટણી પૂર્ણ થયા બાદ રામપુર જઇને અમે જણાવીશું કે બજરંગબલી કોણ છે.

  થોડા દિવસ પહેલા જ યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણીની તુલના ઇસ્લામમાં અલી અને હિન્દુ દેવતા બજરંગબલી વચ્ચે લડાઇ હોવાનું કહ્યું હતું. ભાજપના નેતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો કોંગ્રેસ, સપા, બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. યોગીના નિવેદન બાદ બસપા પ્રમુખ માયાવતીના એ ભાષણ તરફ ઇશારો કરતાં કહ્યું હતું જેમાં માયાવતીએ મુસ્લિમોને સપા-બસપા ગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: