ન્યૂઝ18ગુજરાતીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Assembly Election) આવેલા આંકડાઓથી પાર્ટીઓની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઇ ગઇ છે. આદમપુર સીટથી બીજેપી ઉમેદવાર સોનાલી ફોગાટ (Sonali Phogat) કૉંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઇ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (Bharatiya janata party)ની ઉમેદવાર અને ટિકટૉક ક્વીન (TikTok) સોનાલી ફોગાટનો ટિકટૉક ઉપર રડતો એક વીડિયો (video) આવ્યો છે. વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ (video viral) થવા લાગ્યો હતો.
આ બધા વીડિયો તેમની આદમપુર બેઠક ઉપર થયેલી હાર બાદ અચાનક વાયરલ થયા હતા. જોકે, તેમણે આ વીડિયો ત્યારે બનાવ્યો હતો જ્યારે તેને બીજેપીએ આદમપુર બેઠક માટે ટિકિટ આપી ન્હોતી. પરંતુ લોકો આ વીડિયોને સોનાલીની હાર બાદનો વીડિયો બતાવીને સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ-ધનતેરસના એક દિવસ પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
ઉલ્લેખનીય છે કે, સોનાલી ફોગાટ ટિકટૉક ઉપર ખૂબજ પ્રખ્યાત છે. તેઓ છાસવારે પોતાના વીડિયો ટિકટૉક ઉપર (Video on TikTok)ઉપર પોસ્ટ કરતી રહે છે. સોનાલીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, આદમપુરથી ટિકિટ મળ્યા ઉપર ટિકટૉક તેમના ફેન ફૉલોવર્સની સંખ્યા અચાનક વધી ગઇ હતી. આ સાથે તેમણે કહ્યું કે ટિકટૉક ઉપર તેઓ પહેલાથી કેટલીક ગેપ પણ આપે છે. પરંતુ તેઓ ટિકટૉક ઉપર રેગ્યુલર એક્ટિવ રહેશે.
આ પણ વાંચોઃ-બાંગ્લાદેશમાં મહિલા સાંસદે 13 ટેસ્ટ માટે રાખ્યી 8 હમસકલ, સ્ટિંગથી ખૂલી પોલ
આ પણ વાંચોઃ-બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, નવા ચહેરાઓને તક
2013માં ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ સોનાલીને પોતાના ગૃહપ્રદેશ હરિયાણઆમાં મોકલી હતી. તેમણે સોનાલીને રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય બનાવ્યા હતા. ત્યારબાદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવ્યા હતા.