Exclusive : અમિત શાહે શિવસેનાને ઈશારામાં આપ્યો સંદેશ, BJP પોતાના બળે મહારાષ્ટ્રમાં સત્તા મેળવશે

News18 Gujarati
Updated: October 17, 2019, 2:06 PM IST
Exclusive : અમિત શાહે શિવસેનાને ઈશારામાં આપ્યો સંદેશ, BJP પોતાના બળે મહારાષ્ટ્રમાં સત્તા મેળવશે
'નરેન્દ્ર-દેવેન્દ્ર'ની જોડીએ મહારાષ્ટ્રને વિકાસના પંથે વેગવંતુ બનાવ્યું છે : ગૃહ મંત્રી અમિત શાહ

'નરેન્દ્ર-દેવેન્દ્ર'ની જોડીએ મહારાષ્ટ્રને વિકાસના પંથે વેગવંતુ બનાવ્યું છે : ગૃહ મંત્રી અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ નેટવર્ક18 (News18 Network) ના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election)માં બીજેપી (BJP)ની જ્વલંત જીત થશે અને આપ બળે સરકાર રચી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણી પર કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે શિવસેના સાથે ગઠબંધનમાં છીએ અને અમને બે તૃતીયાંશ બહુમતી મળશે. મહારાષ્ટ્રમાં કેટલી સીટો જીતશો એવો સવાલ પૂછાતાં ગૃહ મંત્રીએ જણાવ્યું કે, એ વિશે અંદાજો લગાવવો વહેલું કહેવાશે પરંતુ બીજેપી ચોક્કસપણે ગત ચૂંટણી કરતાં વધુ સીટો જીતશે. 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને શિવસેના સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા હતા, જેમાં બીજેપી એક મજબૂત પાર્ટી તરીકે ઊભરી હતી અને તેણે 122 સીટ જીતી હતી, આ આંકડો બહુમતથી માત્ર 22 સીટ ઓછો હતો. બાદમાં બીજેપીએ શિવસેનાના સમર્થનની સરકાર બનાવી હતી.

અમિત શાહને પૂછવામાં આવ્યું કે, બીજેપી 164 સીટ પર ચૂંટણી લડી રહી છે તો આપમેળે સરકાર રચી શકે છે, તો તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે, હા અમે તે આંકડો પાર કરી શકીએ છીએ. તે અશક્ય નથી.

શાહે કહ્યુ કે, મહારાષ્ટ્રની જનતા તેમની પાર્ટીના સમર્થનમાં ખડકની જેમ ઊભી છે અને બીજેપી-શિવસેના ગઠબંધનની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં હાથ ધરેલા વિકાસના કાર્યાથી મતદારો સંતુષ્ટ છે.

અમિત શાહે વધુમાં કહ્યુ કે, બીજેપીન મહારાષ્ટ્રમાં સફર સફળ અને રસપ્રદ રહી છે. 2014માં અમે એકલા ચૂંટણી લડ્યા અને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યા, બાદમાં શિવસેના સાથે સરકાર બનાવી. જે રાજ્ય ખેતી, રોકાણ, કો-ઓપરેટિવ, ઇન્ડસ્ટ્રીમાં પહેલા નંબરે હતું તે યૂપીએ રાજમાં ઘણું પાછળ પડી ગયું. અમારા પાંચ વર્ષના શાસનમાં અમે રાજ્યને આ ક્ષેત્રોમાં ફરી બેઠું કરીને 1 અને 5 નંબરના સ્થાને પહોંચાડી દીધું.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદીની 'જોડી' રાજ્યના વિકાસના સારા કામ કરી રહી છે, ભાજપના કાર્યકરો 'નરેન્દ્ર-દેવેન્દ્ર'ની ફૉર્મ્યૂલાને લઈ જનતાની વચ્ચે જાય છે, આ વાત મહારાષ્ટ્રમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને પણ કહી હતી. શાહે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની સીધી દેખરેખ હેઠળ મહારાષ્ટ્રમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.ગૃહ મંત્રીએ કહ્યુ કે, અગાઉની સરકારોએ મહારાષ્ટ્રને પાંચ વર્ષમાં માત્ર 1.22 લાખ કરોડ રૂપિયા જ ફાળવ્યા હતા, પરંતુ પીએમ મોદીએ રાજ્યને ત્રણ ગણા પૈસા- 4.78 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. વિકાસના કાર્યો અંતરિયાળ સ્થળો સુધી પણ પહોંચ્યા છે. આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાના આશયવાળા કાર્યોના અમે પાંચ વર્ષના સમયગાળામાં ખાતમુહૂર્ત કરાવ્યા છે. ફડણવીસ સરકારની નિખાલસ ઇમેજના કારણે બીજેપી મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે.

અમિત શાહે કહ્યુ કે, પાંચ વર્ષના સમયગાળામાં વિપક્ષી પાર્ટીઓ ફડણવીસ સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ મૂકી શકી નથી, એવી જ રીતે કેન્દ્રમાં વડાપ્રધાન સામે પણ આવો કોઈ આક્ષેપ નથી કરી શકી.

ગઠબંધનમાં મુખ્યમંત્રી અમારા હશે અને ઉપમુખ્યમંત્રી વિશે દેવેન્દ્ર ફડણવીસ અને ટીમ નિર્ણય કરશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની આવનાર ચૂંટણીમાં બીજેપી બહુમત મેળવી શકે છે. પૂર્વ અને દક્ષિણ ભારતનાં સક્સેસ રેટ અલગ-અલગ છે પણ બીજેપીએ દરેક સ્થાને પોતાની પકડ મજબૂત બનાવી છે.

અમિત શાહે જમ્મુ કાશ્મીર અને એનઆરસી વિશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં અમે પ્રશાસકોની એક ટીમ દ્વારા 15 વર્ષો માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. એનઆરસીમાં કાનુની પ્રક્રિયા ચાલી રહી છે. લિન્ચિંગ વિશે અમિત શાહે કહ્યું હતું કે આવી ઘટના પહેલા પણ થતી રહેતી હતી. શું આપણે તેનું રાજનીતિકરણ કરવા કે તેને નાગરિકના મુદ્દાના રુપમાં હલ કરવાની આવશ્યકતા છે?

અહીં જોઈ શકો છો ખાસ ઇન્ટરવ્યૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ ખાસ ઇન્ટરવ્યૂને તમે ન્યૂઝ18 પર ગુરુવારે સવારથી જોઈ શકશો. આ ઇન્ટરવ્યૂ ન્યૂઝ18ની બધી ચેનલ અને ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે.

આ પણ વાંચો, અમિત શાહે કહ્યું - બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો રહેશે

First published: October 17, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading