કર્ણાટકમાં ભાજપ 24 કલાકમાં સરકાર બનાવી શકે છે, જો...: બી.એસ. યદુરપ્પા

યેદુરપ્પા

કર્ણાટકમાં કોંગ્રેસ એવો આરોપ લગાવે છે કે, ભાજપ તેમના ધારાસભ્યોને તોડે છે અને સરકાર પાડી દેવાનો પ્રયાસ કરે છે.

  • Share this:
    બેંગલુરુ: ભારતીય જનતા પાર્ટીનાં કર્ણાટકનાં પ્રમુખ બી.એસ. યેદુરપ્પાએ જણાવ્યુ કે, કર્ણાટકમાં જો ભાજપને આગામી લોકસભામાં 22 બેઠકો મળે તો, માત્ર 24 કલાકમાં ભાજપ રાજ્યમાં સરકાર બનાવી શકે છે.

    હાલમાં કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકોમાંથી ભાજપ પાસે 16 બેઠકો છે. કર્ણાટકમાં હાલ જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસનાં ગઠબંધન વાળી સરકાર ચાલે છે.

    એક જાહેરસભાને સંબોધતા બી.એસ. યદુરપ્પાએ જણાવ્યું કે, હું કાંઇ મજાક નથી કરતો. પણ જો કર્ણાટકાનાં લોકો આગામી લોકસભામાં ભાજપને 22 બેઠકો જીતાડી આપે તો, એ પછી માત્ર 24 કલાકમાં ભાજપ કર્ણાટક રાજ્યમાં પણ ભાજપની સરકાર બનાવી શકે છે.”

    તેમણે વધુમાં દાવો કર્યો કે, કોંગ્રેસનાં 22 ધારાસભ્યોએ કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીને તેમના મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યા નથી.”

    બી.એસ. યેદુરપ્પા ભાજપનાં દિગ્ગજ નેતા છે અને કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી છે. જાહેરસભાઓમાં વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.

    ગયા મહિને તેમણે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર કરેલી એક સ્ટ્રાઇકનાં કારણે કર્ણાટકમાં ભાજપને 22 બેઠકો જીતવામાં મદદરૂપ કરશે. એર સ્ટ્રાઇકનાં કારણે લોકોમાં મોદી ફેરવિટ બન્યા છે અને તેનો ચૂંટણીમાં ભાજપને લાભ મળશે. યુવાનો તેમનાથી રાજી છે.

    જો કે, તેમના આ નિવેદનથી હોબાળો થયો હતો અને પાછળથી તેમણે ફેરવી તોળ્યુ હતું અને એમ કહ્યું કે, મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કર્યુ અને તેમા રાજકીય લાભ ખાટવાનો કોઇ પ્રશ્ન હતો જ નહીં.

    કર્ણાટકમાં કોંગ્રેસ એવો આરોપ લગાવે છે કે, ભાજપ તેમના ધારાસભ્યોને તોડે છે અને સરકાર પાડી દેવાનો પ્રયાસ કરે છે.
    Published by:Vijaysinh Parmar
    First published: