ભાજપે દલિતોને જોડાવા 3000 કિલો 'ખિચડી' બનાવી: કશુંક રંધાઇ રહ્યું છે!

ભાજપનાં એક નેતાએ કહ્યું કે, ભીમ મહાસંગમ કાર્યક્રમ દલિતોને ભાજપ સાથે જોડવા માટેનો હતો

News18 Gujarati
Updated: January 7, 2019, 11:25 AM IST
ભાજપે દલિતોને જોડાવા 3000 કિલો 'ખિચડી' બનાવી: કશુંક રંધાઇ રહ્યું છે!
ભાજપના સિનિયર નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
News18 Gujarati
Updated: January 7, 2019, 11:25 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીએ નવી જ ખિચડી રાંધી હતી. વાત એમ છે કે, દિલ્હીમાં ભીમ મહાસંગમ નામના કાર્યક્રમમાં ભાજપનાં અનુસૂચિત જાતિનાં કાર્યકરોએ સમરસતા ખિચડીનું આયોજન કર્યુ હતુ અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યકરોએ રામલીલા મેદાનમાં 3000 કિલો ખિચડી એક જ વાસણમાં બનાવી હતી.

ભારતીય જનતા પાર્ટીનાં અનુસૂચિત જાતિનાં મોર્ચાનાં પ્રમુખ મોહન લાલ ગિહારાએ દાવો કર્યો કે, 3000 કિલોગ્રામ ખિચડી એક જ વાસણમાં તૈયાર કરવામાં આવી હતી.

મોહન લાલ ગિહારાએ આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

આ કાર્યક્રમ પહેલા ભાજપનાં અનુસૂચિત જાતિનાં કાર્યકરોએ ચોખા ભેગા કરવા માટે 14 લાખ પેમ્ફલેટ્સ વહેંચ્યા હતા અને લોકોને નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અને યોજનાઓની માહિતી આપી હતી.

ભાજપનાં એક નેતાએ કહ્યું કે, ભીમ મહાસંગમ કાર્યક્રમ દલિતોને ભાજપ સાથે જોડવા માટેનો હતો.

જો કે, ઉલ્લેખનીય બાબત એ છે કે, દલિતોનાં આ મોટા કાર્યક્રમમાં ભાજપનાં દલિત સાંસદ ઉદિત રાજ હાજર રહ્યા નહોતા. આ મામલે ભાજપે એવું કહ્યું કે, ઉદિત રાજ હાજર ન રહ્યા હોય તેમાં કોઇ શંકા-કુશંકા કરવાની જરૂર નથી.
First published: January 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...