Home /News /national-international /BJPનો મોટો નિર્ણય, આ રાજ્યના એક પણ સાંસદને નહીં મળે લોકસભાની ટિકિટ

BJPનો મોટો નિર્ણય, આ રાજ્યના એક પણ સાંસદને નહીં મળે લોકસભાની ટિકિટ

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીને જોતા બીજેપીએ છત્તીસગઢને લઈને મોટો નિર્ણય કર્યો છે

    છત્તીસગઢ બીજેપી પ્રભારી અને રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈને કહ્યું કે બીજેપી આ ચૂંટણીમાં રાજ્યના તમામ 10 સાંસદોને બદલી દેશે. એએનઆઈ અનુસાર, તેઓએ કહ્યું કે પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (સીઈસી)એ તેની મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં બીજેપીએ પોતાની સત્તા ગુમાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જ કારણથી બીજેપીએ પોતાના તમામ 10 સાંસદોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે.

    બીજી તરફ, ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર, બીજેપી મુરલી મનોહર જોશીની ટિકિટ કાનપુરથી કાપી શકે છે. તેમના સ્થાને પાર્ટી ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સતીશ મહાનાને ટિકિટ આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહના દીકરા રાજવીર સિંહને એટાથગી ટિકિટ આપવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદી ફરીથી વારાણસથી ચૂંટણી લડી શકે છે. સૂત્રો મુજબ, બીજેપીએ ઉત્તર પ્રદેશમાં પોતાના 24 ઉમેદાવારોની યાદી જાહેર કરી છે.

    આ પણ વાંચો, #MainBhiChowkidaar: પીએમ મોદી હોળી પર 25 લાખ ચોકીદારો સાથે કરશે વાત

    યાદી મુજબ, બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ નસીબદાર છે. તેઓ આ વખતે પણ લખનઉથી જ ચૂંટણી લડશે. બીજી તરફ, સ્મૃતિ ઈરાની આ વખતે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી મેદાનમાં ઉતરશે. તેવી જ રીતે કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગૌતમબુદ્ધ નગર, હેમા માલિની મથુરા, રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા ગાઝીપુર અને વીરેન્દ્રસિંહ ભદોહીથી ચૂંટણી લડી શકે છે. રમાશંકર કઠેરિયાને આગ્રા, રાઘવ લખનપાલને સહારનપુર, સત્યપાલસિંહને બાગપત અને કીર્તિ વર્ધનસિંહને ગોંડાથી ટિકિટ મળી શકે છે. સૂત્રો મુજબ, કંવરસિંહ તંવર અમરોહા, મહેન્દ્રનાથ પાંડે ચંદૌલી, સંતોષ ગંગવાર બરૈલી, વિનોદ સોનકર કૌશમ્બી અને કૃષ્ણરાજ શાહજહાંપુરથી ચૂંટણી લડી શકે છે.

    આ પણ વાંચો, ANALYSIS: BJPના મિશન 2019નું ટ્રમ્પકાર્ડ છે, 'મેં ભી ચોકીદાર'
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Amit shah, Chhattisgarh, Lok Sabha Elections 2019, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन
    विज्ञापन