સામ પિત્રોડાએ ભારતીયનો ગણાવ્યા 'વાંદરા'! બીજેપી થઈ આક્રમક

News18 Gujarati
Updated: April 7, 2019, 9:43 AM IST
સામ પિત્રોડાએ ભારતીયનો ગણાવ્યા 'વાંદરા'! બીજેપી થઈ આક્રમક
સામ પિત્રોડા (ફાઇલ ફોટો)

ગોયલે રાહુલ તરફ ઈશારો કરતાં કહ્યું, જો ગુરુ આવું વિચારે છે, તો શિષ્ય પણ તેમની પગદંડી પર ચાલશે

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટતમ મનાતા સામ પિત્રોડા વધુ એક વિવાદાસ્પાદ નિવેદનના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. સૂચના ક્રાંતિના જનક મનાતા પિત્રોડાએ કથિત રીતે ભારતીયોના મોબાઇલ ફોન ઉપયોગ કરવાને લઈ ટિપ્પણી કરી. તેઓએ તેને 'વાંદરાના હાથમાં નવું રમકડું' ગણાવ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ તેમના આ નિવેદનની ઘટી ટીકા થઈ રહી છે.

પિત્રોડાના આ નિવેદન પર બીજેપીન નેતઓએ વાંધો વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઓવરસીઝ વિંગના અધ્યક્ષ પિત્રોડા આ વીડિયોમાં કથિત રીતે કહી રહ્યા છે કે- ભારત કનેક્ટિવિટીનો પ્રભાવી રીતે ઉપયોથ નથી કરી રહ્યા, પરંતુ તમે જાણો છો કે આજની દુનિયામાં આ એક નવું બિંદુ છે તેથી અચાનક દરેક વાંદરાને તમે એક નવું રમકડું આપ્યું. તેઓ નથી જાણતા કે અત્યાર સુધી શું કરવાનું છે.

પિત્રોડાએ કહ્યું કે, અને તમને એ જાણવામાં 5-10 વર્ષ લાગશે કે તમે આજે જે કરી રહ્યા છો તેનાથી ઘણું વધારે કરી શકો છો. આજે આ એક મનોરંજન છે. ગપશપ...જૂઠ...સોશિયલ મીડિયા પર જૂઠ ઝડપથી વધે છે.

રેલ મંત્રી પીયૂષ ગોયલે પિત્રોડાની આ ટિપ્પણીની ટીકા કરી છે. ગોયલે રાહુલ ગાંધી તરફ ઈશારો કરતાં કહ્યું કે, જો ગુરુ આવું વિચારે છે, તો તેમના શિષ્ય પણ તેમની પગદંડી પર ચાલશે. શું કોઈ એવું ઈચ્છે કે વંશવાદ આપણી પર શાસન કરે? ગોયલે કહ્યું કે પિત્રોડાએ ભારતીયોને 'વાંદરા' કહીને તેમનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો, F-16ની ગણતરીના દાવા અંગે અમેરિકાએ કહ્યું,આવી કોઈ ગણતરીની કરાઈ નથી

બીજેપીની રાષ્ટ્રીય સૂચના અને ટેકનીકલ વિભાગના અધ્યક્ષ અમિત માલવીયે ટ્વિટ કરી કહ્યું કે- જો તમે આ સંદેશને સ્માર્ટ ફોોન પર વાંચી રહ્યા છો, તો આશ્વસ્ત રહો કે રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડાને લાગે છે કે તમે એક 'વાંદરા' છો. શું વાંદરા તેમના માટે વોટ કરશે?
First published: April 7, 2019, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading