ભાજપે આતંકવાદી મસૂદ અઝહર અને ચીનના મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને લઈને મોટો હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીનું ટ્વિટ અમે જોયું છે. જ્યારે દેશ દુ:ખમાં છે, ત્યારે રાહુલ કેમ સેલિબ્રેટ કરવાના મૂડમાં છે. રાજકારણમાં અંતર હશે, વિરોધ પણ હોવો જોઈએ. શું ઘોર આતંકવાદીની વિરુદ્ધની કાર્યવાહીમાં, ચીનની જૂની નીતિને ફરી અપનાવતા પણ તમે ખુશ છો. રાહુલ ગાંધીને શું થઈ ગયું છે. આપનું ટ્વિટ પાકિસ્તાનમાં હેડલાઇન બની જશે. આજકાલ તમને પાકિસ્તાની મીડિયામાં ટ્વિટ અને કોમેન્ટ જોઈને ખુશી થાય છે. આજે રાહુલને સવાલ પૂછવા જરૂરી છે.
રવિશંકરે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા. તેમણે કહ્યું કે, 2009માં યૂપીએના સમયમાં પણ ચીને આવો જ વાંધો ઉઠાવ્યો હતો, તે સમયે તમે ટ્વિટ કર્યું હતું શું? બીજો સવાલ પૂછ્યો- રાહુલ ગાંધીજી તમારા ચીન સાથે સારા સંબંધ છે, ડોકલામ પર તમે ચીનની એમ્બેસી ગયા હતા, તમારી વાતચીત થઈ હતી, ભારત સરકારની મંજૂરી વગર એમ્બેસી ગયા હતા. તો આ આતંકવાદી મામલામાં ચીન સાથેની મિત્રતાનો લાભ ભારતને અપાવી દેતા.
Union Minister Ravi Shankar Prasad on Rahul Gandhi's tweet after China blocks India's bid to designate JeM Chief Masood Azhar as global terrorist in UNSC 1267 list: Would the Congress party adopt a different voice even in case of a cruel killer & a global terrorist Masood Azhar? pic.twitter.com/tDFIeRQfDz
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, જો રાહુલ ગાંધી પોતાના સંબંધોનો સદુપયોગ કરી આતંકવાદની વિરુદ્ધ કંઈક કરતા તો અમને પણ કોઈ વાંધો નહોતો. રાહુલ ગાંધીજી ટ્વિટરથી દેશની વિદેશ નીતિ નથી ચાલતી. ચીનની વાત આવશે તો ઘણી દૂર સુધી જશે.
પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીજી તમે તો વારસાના કારણે અહીં છો, તમારા વારસાની ભૂમિકા શું રહી છે, ચર્ચા તો તેની પર થશે. રાહુલ ગાંધીજી તમને કંઈક કહેવું છે. તમે ઓછું લખો-વાંચો છો. આજકાલ વિદેશ નીતિમાં તમને શું સલાહ આપવામાં આવી રહી છે. કોંગ્રેસે 55 વર્ષ દેશમાં રાજ કર્યું છે, આશા હતી કે તમને યોગ્ય સલાહ મળશે.
રવિશંકર પ્રસાદે 2004માં 'ધ હિન્દુ'માં પ્રકાશિત અહેવાલનો હવાલ આપતાં કહ્યું કે, રાહુલ ગાંધીજી તમારે જાણવું જોઈએ કે ચીન સિક્યુરિટી કાઉન્સિલમાં પહોંચ્યું છે, તે તમારી જ પાર્ટીના પ્રયાસના કારણે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર